રાજકોટ પોલીસની બહાદુરી, અડધી રાતે બંગલામાં ત્રાટકેલા ધાડપાડુઓને ચેલેન્જ ફેંકીને પકડી પાડ્યા

Rajkot News : રાજકોટ પોલીસે ધાડપાડુ ગેંગને પડકાર ફેંકીને આખરે તેમને પકડી પાડ્યા, અડધી રાતે રાજકોટના પોશ વિસ્તારમાં સર્જાયા ફિલ્મો દ્રશ્યો

રાજકોટ પોલીસની બહાદુરી, અડધી રાતે બંગલામાં ત્રાટકેલા ધાડપાડુઓને ચેલેન્જ ફેંકીને પકડી પાડ્યા

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં લૂંટારૂ ગેંગ અને પોલીસ વચ્ચે ધર્ષણનો બનાવ સામે આવ્યો છે. શહેરના ચિત્રકુટધામ મેઇન રોડ પર આવોલા રિદ્ધિ સિદ્ધિ નામના મકાનમાં રાત્રિના સમયે છ થી સાત જેટલા લૂંટારૂઓ લૂંટના ઇરાદે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં રહેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને માહિતી મળતા તે આ બંગલામાં પહોંચી હતી. બંગલામાં લૂંટ કરવાના ઇરાદે ઘૂસેલી ગેંગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ધાડપાડુઓએ બંગલાના સીસીટીવીમાં રૂમાલ ઢાંકી દીધો હતો, પરંતુ આ ટોળકી બંગલાની અંદર પ્રવેશ કરે તે પહેલા જ પોલીસે આ ગેંગને દબોચી લીધી હતી. પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે આ ગેંગ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, એક પીએસઆઇનું ગળું દબાવવાનો પ્રયાસ કરાયો અને પથ્થરમારો પણ કરાયો હતો.

બંગલામાં ત્રાટકી હતી ટોળકી
બન્યુ એમ હતું કે, શહેરના પોશ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર ચિત્રકુટ સોસાયટીના એક મકાનમાં ધાડપાડુઓની ટોળકી ત્રાટકી હતી. સોસાયટીના શેરી નંબર 2 માં રાજેશ પટેલના રિદ્ધી સિદ્ધી બંગલાને ટોળકીએ નિશાન બનાવી હતી. રાતના 2.18થી 2.40 વાગ્યા દરમિયાનનો આ બનાવ બન્યો હતો. લગભગ 6 લોકોની ટોળકી બંગલામાં ધાડ પાડવાની ફિરાકમાં હતી. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ધાડપાડુ ગેંગ ચોરી કરવા આવી હોવાની શંકા ગઈ હતી. આથી પોલીસને ધાડપાડુ ગેંગે દબાવી રાખી હતી. પોલીસને આ અંગેની સૂચના મળતા જ તાત્કાલિક SOG પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં બંગલામા એન્ટ્રી કરી હતી, અને પછી ધાડપાડુઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરીને એટેક કર્યો
પોલીસે આખી ટીમ બંગલાની આસપાસ ઉતારી હતી. બંગલાના આસપાસના વિસ્તારને કોર્ડન કર્યો હતો. જેના બાદ બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. પોતાને પકડાઈ ગયેલા જોઈને ધાડપાડુઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યુ હતું. ત્યારે પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યુ હતું. જેમાં PSI ડી.બી. ખેર અને ધાડપાડુ ગેંગના એક સભ્યને કમરમાં ગોળી વાગી અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. 

પોલીસની મહેનત રંગ લાવી
જોકે, રાજકોટ એસઓજીની મહેનત રંગ લાવી હતી. તેઓએ 4 ધાડપાડુઓને પકડી લીધા હતા. આ ઓપરેશન સ્થાનિક લોકો માટે ફિલ્મ જેવુ બની રહ્યુ હતું. તો ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ અને આરોપીઓના લોહીથી બંગલો પણ લાલ લાલ થઈ ગયો હતો. 

મકાન માલિકે કહ્યું, પોલીસ દેવદૂત બનીને આવી
સામે સ્વબચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ, જેમાં બે લૂંટારૂઓ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગેંગ મધ્યપ્રદેશના જાંબુવા વિસ્તારની હોવાનું સામે આવ્યું છે. આ ગેંગના કુલ 4 શખ્સોને પોલીસે પકડી પાડવામાં આવ્યા છે. જ્યારે બે શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે. બંગલાના માલિક રાજેશ પટેલે પોલીસ દેવદૂત બની આવી હોવાનું કહીને આભાર માન્યો હતો. હાલમાં પોલીસ પકડાયેલા શખ્સોની પૂછપરછ કરી રહી છે. જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news