મુંબઇ જવા નિકળેલો યુવક ટ્રેનનો અવાજ સાંભલી સાબરમતીમાં પડ્યો, પિલ્લ પર ચડ્યો અને...

સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં મામાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો અર્જુન આદિ દ્રવિડ નામનો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી નદીમાં પડ્યો હતો. તેણે એક કલાક સુધી મદદ માટે બુમો પાડી હતી, પરંતુ કોઈ મદદે ન આવ્યું નહોતું. છેવટે તેણે પલળેલી હાલત અને કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે નદીની વચ્ચે આવેલા પિલ્લર પર આખી રાત વિતાવી પડી હતી. 
મુંબઇ જવા નિકળેલો યુવક ટ્રેનનો અવાજ સાંભલી સાબરમતીમાં પડ્યો, પિલ્લ પર ચડ્યો અને...

મૌલિક ધામેચા/અમદાવાદ : સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં મામાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો અર્જુન આદિ દ્રવિડ નામનો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરી નદીમાં પડ્યો હતો. તેણે એક કલાક સુધી મદદ માટે બુમો પાડી હતી, પરંતુ કોઈ મદદે ન આવ્યું નહોતું. છેવટે તેણે પલળેલી હાલત અને કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે નદીની વચ્ચે આવેલા પિલ્લર પર આખી રાત વિતાવી પડી હતી. 

જો કે ફોન પણ પલળી ગયો હોવાથી બંધ થઈ ગયો હતો. જેથી કોઈની મદદ પણ માંગી શક્યો ન હતો. વહેલી સવારે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે નદીમાં વચ્ચે યુવકને જોતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે તાત્કાલિક નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો. આ યુવકને બચાવનારા રમેશસિંહ રાજપૂતે સાથેની વાતચીતમાં જણાવ્યું કે,સવારે 6 વાગ્યે અને 45 મિનિટે ગાર્ડનો ફોન આવ્યો હતો કે, રેલવે બ્રિજ પાસે એક યુવક નદીમાં બચાવો બચાવોની બૂમો પાડે છે. તે ફોનના આધારે અમે લોકો સવારે 6:45 વાગ્યે બોટ લઈને રેલવે બ્રિજ પાસે પહોંચતા તે યુવકને જીવીત બહાર કાઢ્યો.

મૂળ મુંબઈનો રહેવાસી અને હાલમાં સાબરમતી ડી-કેબિન વિસ્તારમાં નાના ના ઘરે આવેલો અર્જુન આદિ દ્રવિડ ગઈકાલે રાતે(રવિવાર) 10 વાગ્યે ડી-કેબિનથી સુરત મામાના ઘરે જવા નીકળ્યો હતો. તે ચાલતો ચાલતો કાલુપુર રેલવે સ્ટેશન જતો હતો. મોડી રાતે 12.30ની આસપાસ કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ચાલતો જતો હતો, ત્યારે બાજુમાંથી ટ્રેન નીકળી હતી. જેથી ટ્રેનની વ્હિસલ સાંભળીને ડર ગયેલા અર્જુનનો પગ લપસી ગયો અને તે સાબરમતી નદીમાં પડ્યો. નદીમાં પડતા જ તેણે જીવ બચાવવાના પ્રયાસ શરૂ કર્યાં. ધીરે ધીરે તે બ્રિજના પિલ્લર સુધી પહોંચી ગયો હતો. બ્રિજના પિલ્લર પર ચઢી જઈ જીવ બચાવી લીધો હતો. તેણે જીવ તો બચાવી લીધો હતો. પરંતુ ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે આખી રાત વિતાવવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news