પરણીતાને પાડોશી સાથે આંખ મળી ગઇ અને પ્રેમી સાથે મળીને કરી નાખ્યો મોટો કાંડ
Trending Photos
જયેન્દ્ર ભોઇ/ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના પરોલી ગામે પોતાની પત્ની સાથે આડા સબંધ નહીં રાખવાનું જણાવતા પતિને પત્નીના પ્રેમી સહિતે કાવતરું રચી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. પ્રેમી અને અન્ય એક ઇસમે મળી આધેડનું બાઈક ઉપર અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ મૃતદેહ નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. પાંચ દિવસ પૂર્વે કેનાલમાં ફેંકી દેવાયેલા બકાભાઈના મૃતદેહની શોધખોળ માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે હત્યાના ગુનામાં પોલીસે મૃતકની પત્ની, તેના પ્રેમી અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે. બીજી તરફ પોતાના પિતાનું અપહરણ થયા બાદ કોઈ જ સગડ નહીં મળતા તેમની પુત્રી સહિત પરિવાર વલોપાત કરી રહ્યો છે.
ઘોઘબા તાલુકાના પરોલી ગામના પીપળીયા ફળિયામાં રહેતી પરિણીતાને ગામમાં જ રહેતા સામત ઉર્ફે ગલા હિંમતભાઈ બારીયા નામના યુવક સાથે આંખ મળી જતાં પ્રેમ સબંધ બધાંયા હતા. જે અંગેની જાણ પરિણીતાના પતિ બકાભાઈ નાયકને થઈ ગઈ હતી. જેથી તેણે સામતને પોતાની પત્ની સાથે અનૈતિક સબંધ નહીં રાખવા ટકોર કરી હતી. જે મુદ્દે સામત સાથે ઝઘડો પણ થયો હતો. જેના બાદ પુનઃ ઝગડો થતા બકાભાઈ સાથે મારામારી કરી હતી અને પોતાના પ્રેમ સબંધમાં આડે આવતા બકાભાઈનું નડતર દૂર કરવાનું કાવતરું રચી ૧૩જાન્યુઆરીના રોજ સામત અને અશોક ઉર્ફે હસલો બન્નેએ બાઈક ઉપર અપહરણ કર્યુ હતું.
બીજી તરફ પોતાના પિતા ઘરે નહીં આવતાં પુત્રી ભાવના સહિત સ્વજનોએ બકાભાઈની તપાસ આદરી હતી. દરમિયાન સગા સબંધમાં કોઈ સગડ નહીં મળી આવવા ઉપરાંત મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતાં સૌ ચિંતિત બન્યા હતા. બીજી તરફ સામત અને અશોક બંનેની બાઈક ઉપર બકાભાઈને બેસાડી જવાયા હોવાની જાણ થતા જ રાજગઢ પોલીસ મથકે જાણ કરી હતી. જે આધારે રાજગઢ સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરી બકાભાઈની શોધખોળ આદરવામાં આવી હતી. પોલીસે સામત અને અશોક બન્નેની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. દરમિયાન બકાભાઈની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે બકાભાઈની પત્ની સુમિત્રાની પણ ધરપકડ કરી છે.
૧૩ મીના રોજ મારા પિતાનો ઝઘડો ઇંટોના ભઠ્ઠા બાજુ રાત્રીના સમયે થયો હતો, ત્યારબાદ એ લોકો મારા પિતાને તેઓ બાઈક પર બેસાડીને લઈને ગયા હતા, બાદમાં સવારે હું મારા પિતાને શોધવા માટે ગઈ હતી પણ તે મળી આવ્યા ન હતા. જેને લઈને મેં રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. ઘોઘ્મ્બના પરોલી ગામમાં એક પુરુષ ગુમ થવાની ઘટના બનવા પામ હતી જે અનુસંધાને તપાસ હાથ ધરતા શકમંદોની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવતા પુરુષની હત્યા કરીને લાશને નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવી હોવાની કબુલાત કરેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે