એક એક માળ સુધી પાણી! વડોદરામાં સ્થિતિ જોઈ અંદાજ લગાવી શકાય કે કેટલી ભયાનક સ્થિતિ હશે!

Vadodara Rains: વડોદરાવાસીઓ માથે ખતરો માત્ર વિશ્વામિત્રી નદીના પાણીનો નથી પરંતુ, વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોનો પણ છે. શહેરમાં શ્વાન ચક્કર લગાવતા હોય તેવી રીતે હાલ અનેક વિસ્તારોમાં મગર પાણીમાં તરતા નજરે પડી રહ્યા છે.

એક એક માળ સુધી પાણી! વડોદરામાં સ્થિતિ જોઈ અંદાજ લગાવી શકાય કે કેટલી ભયાનક સ્થિતિ હશે!

Vadodara Rains: એ કહેવું ખોટું નથી કે વડોદરા શહેર હાલ મોટી હોનારતનો સામનો કરી રહ્યું છે. વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરના પાણીએ વડોદરા શહેરમાં તબાહી મચાવી દીધી છે. શહેરમાં વરસાદ તો બંધ થઈ ગયો છે પરંતુ, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓના સતત વધતા જળસ્તરથી શહેરને પાણીએ બાનમાં લઈ લીધું છે. અસંખ્ય એવા વિસ્તારો છે જે હજુ પણ ડૂબેલા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજીનો મંજર નજરે પડી રહ્યો છે.

વિશ્વાસ કરવો અઘરો છે પરંતુ વગર વરસાદે સતત બીજા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરની છે. વિશ્વિમિત્રી નદીના પૂરે જાણે વડોદરાને વેર વિખેર કરી નાખ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરા શહેરના એવા કેટલાય વિસ્તારો છે જ્યાં એક એક માળ જેટલા પાણી હજુ પણ ભરાયેલા છે. દુકાનોન જાણે પાણીમાં ડૂબી ગઈ છે. રસ્તાઓ જાણે નદી બની ગયા છે. લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ગોઠણ સુધી ભરાયેલા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે. જે રસ્તાઓ પર પહેલાં વાહનો ચાલતા હતા ત્યાં હાલ લોકો બોટ લઈને ફરી રહ્યા છે. ક્યાં સોસાયટી, ક્યાં સોસાયટીના રસ્તાઓ કે ક્યાં રોડ...જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય રહ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે વડોદરા માથે આવી આફત વર્ષો બાદ આવી છે. જીવન જરૂરિયાની વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. વડોદરા શહેરનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં અમુલ ગોલ્ડની કિંમત 40 રૂપિયા વસૂલવામાં આવી રહી છે. એટલું જ નહીં બેની જરૂરિયાત સામે લોકોને એક-એક દૂધની થેલી આપવામાં આવી રહી છે.

વડોદરાવાસીઓ માથે ખતરો માત્ર વિશ્વામિત્રી નદીના પાણીનો નથી પરંતુ, વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોનો પણ છે. શહેરમાં શ્વાન ચક્કર લગાવતા હોય તેવી રીતે હાલ અનેક વિસ્તારોમાં મગર પાણીમાં તરતા નજરે પડી રહ્યા છે.. પરિસ્થિતિ એવી સર્જાય છેકે લોકો હવે પાણીમાં ઉતરતા પણ ડરી રહ્યા છે. મગરો શ્વાનનો શિકાર કરી રહ્યા છે. તારાજીના પગલે વડોદરામાં આર્મીની એક ટીમ પણ પહોંચી છે જે બચાવ અને રેસ્ક્યૂની કામગીરીમાં જોડાઈ છે. લોકોને જરૂરિયાતની વસ્તુઓ પણ પહોંચાડવામાં આવી રહી છે. વડોદરાના કારેલીબાગમાં તુલસીવાડી વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા 3 દિવસથી બંગ્લાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news