અમદાવાદમાં આવી ગઈ ત્રીજી લહેર!, ગુજરાતના 50 ટકાથી વધુ કેસ માત્ર અહીં નોંધાયા

અમદાવાદ પર ફરી કોરોનાએ હુમલો કરી દીધો છે. અહીં છેલ્લા એક સપ્તાહમાં કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો શહેરમાં ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. 

અમદાવાદમાં આવી ગઈ ત્રીજી લહેર!, ગુજરાતના 50 ટકાથી વધુ કેસ માત્ર અહીં નોંધાયા

અમદાવાદઃ ભારત સહિત ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના ભણકારા વાગી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ સૌથી વધુ ચિંતાની વાત અમદાવાદ માટે છે. રાજ્યના 50 ટકા જેટલા કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર 265 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન માત્ર 18 દર્દી સાજા થયા છે. 

અમદાવાદ લાવી શકે છે ત્રીજી લહેર
અમદાવાદમાં જે રીતે કેસ વધી રહ્યાં છે તે જોતા લાગી રહ્યું છે કે અહીં સ્થિતિ ચિંતાજનક બનવાની છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 50 ટકાથી વધુ કેસ માત્ર અહીં નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 265 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ દરમિયાન 18 લોકો સાજા થયા છે. મહત્વનું છે કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પણ અમદાવાદની સ્થિતિ ખરાબ હતી. 

શહેરમાં ઓમિક્રોનના નવા 8 કેસ
અમદાવાદ કોરોનાની સાથે સાથે ઓમિક્રોનના 8 નવા કેસ સામે આવ્યા છે. શહેરમાં ચાર મહિલા અને ચાર પુરૂષ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. આ સાથે અમદાવાદમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 33 થઈ ગયા છે. જ્યારે ઓમિક્રોનની સારવાર બાદ 14 લોકો સાજા થયા છે. 

રસીકરણની કામગીરીની કોર્ટે લીધી નોંધ
ગુજરાત હાઈકોર્ટે જનતાને રસી માટે પ્રોત્સાહિત કરવાની અમદાવાદ મનપાની કામગીરીના વખાણ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે સાવચેતીના ભાગ રૂપે તંત્રની કામગીરીને યોગ્ય ગણાવી છે. રાજ્યમાં વધી રહેલા કેસો પર હાઈકોર્ટે તૈયારીઓ કરવાનું પણ કહ્યું છે. 

હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં ફરી કોરોનીની ત્રીજી લહેર આવી શકે છે. રાજ્યમાં કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ફરી કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. આજે ફરી કોર્ટે રાજ્યમાં વધી રહેલા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે વધતા કેસ વચ્ચે તૈયારી કરવાનું પણ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news