સુરતની સ્થિતી મીઠીખાડીના કારણે કફોડી બની, જળસ્તર વધીને એક માથોડી થયું
Trending Photos
સુરત : સુરત જિલ્લામાં સતત મેઘ મહેરને કારણે સુરત શહેરના ખાડી વિસ્તારની આસપાસ રહેતા લોકોની સ્થિતી વધારે કફોડી બની છે. ઉપરવાસમાં સતત થઇ રહેલા વરસાદના કારણે આ તમામ પાણી ખાડીમાં આવે છે. જેના કારણે ખાડીનું જળસ્તર વધ્યું છે. ખાડીના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી લિંબાયત વિસ્તારના લોકો પર મોટી આફત આવી પડી છે. મીઠી ખાડી અને કમરુનગર રોડ પર પાણી ફરી વળતા ન માત્ર રસ્તાઓ પણ લોકોનાં ઘરમાં પણ છાતી સમા પાણી ભરાયા છે.
શુક્રવાર કરતા શનિવારે સ્થિતી વધારે કફોડી થઇ હતી. મીઠીનદીનું પાણી લિંબાયતના વિસ્તારોમાં ફરી વળતા સ્થિતી કફોડી બની છે. કમરુનગર ખાતે ગઇકાલે કમરડુબ પાણી હતું તે હવે વધીને છાતી સમું થયું છે. મીઠીખાડીને કમરુનગરનો રોડ હાલ બંધ છે. સમગ્ર વિસ્તાર એક પ્રકારે સંપર્ક વિહોણો બની ચુક્યો છે. બે બોટ દ્વારા રાહત અને બચાવકામગીરી કરવામાં આવી રહી છે.
કમરુનગર ખાતે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે ત્યારે લોકો પોતાની ઘરવખરી અને કિંમતી સામાન ઘરના માળીયામાં મુકી રહ્યા છે. ઉંચી જગ્યાઓ પર ચડાવી રહ્યા છે. અથવા તો પોતાના સંબંધીઓ અથવા તો અન્ય સ્થળે આસપાસના ફ્લેટમાં ખસેડી રહ્યા છે. હાલ તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શનિવારે 100થી વધારે લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે. 300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને રાહત અને બચાવકામગીરી હજી પણ ચાલી જ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે