પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક...

ફેસબુક મેસેન્જરથી શરૂ થયેલ પ્રણયનો અંત જેલના સળીએ આવ્યો છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ કથિત પત્રકાર અને નકલી પોલીસ અધિકારી એવા રજનીશ પરમાર પર બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવતા ખાડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ છે

પોલીસ ઓફિસરે કહ્યું, મને મોજ કરાવી દે હું તને કરોડપતિ બનાવી દઇશ પછી એક દિવસ અચાનક...

ઉદય રંજન/અમદાવાદ : ફેસબુક મેસેન્જરથી શરૂ થયેલ પ્રણયનો અંત જેલના સળીએ આવ્યો છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ કથિત પત્રકાર અને નકલી પોલીસ અધિકારી એવા રજનીશ પરમાર પર બળાત્કાર સહિતની ફરિયાદ નોંધાવતા ખાડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનની ગિરફતમા ઉભેલા શખ્સના કામ કાળા છે. જેનું નામ એક છે પણ ઓળખાણ અનેક છે અને આ બધી જ ઓળખાણ નકલી છે જે નકલી ઓળખાણ અને પોતાના કાળી કારતૂતના કારણે આજે જેલાના સળિયા પાછળ ધકેલાયો છે.

આ વ્યક્તિનું નામ રજનીશ પરમાર છે. જે અમદાવાદના ICB ફ્લોરા ફલેટ ગોતામાં પોતાની પત્ની જીગીશા પરમાર અને પરિવાર સાથે રહે છે. અમદાવાદની ખાડિયા વિસ્તારની એક વિધવા મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી રજનીશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, બે વર્ષ પહેલા રજનીશ પરમારે ફરિયાદી મહિલાને ફેસબુક એકાઉન્ટથી મેસેન્જરથી મેસેજ કરીને પોતાની સાથે પરિચય કેળવ્યો હતો. જેમાં રજનીશ પરમાર અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો ઓફિસર છે સાથે જ પોલીસ સમન્વય સંસ્થાનો ડાયરેકટર છે આ સહિત અમદાવાદમાં અલગ અલગ સ્થળે પોતાના બંગલા અને શો રૂમ બની રહ્યા છે તેવ મોટી મોટી વાતો કરીને મહીલાને ભોળવી હતી. જેથી મહિલા ઇમ્પ્રેસ થઇ હતી અને ધીરે ધીરે રજનીશના પ્રેમમાં પડી હતી. રજનીશે મહિલાને પણ શોરૂમની માલિક અને પોલીસ સમન્વય સંસ્થામાં ભાગીદાર બનાવી દેવાની અને પોતાની પત્ની જીગીશાને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી હતી. આ શખ્સ એટલાથી જ નહી અટકતા મહિલા પાસેથી રોકડ રકમ અને સોનાના દાગીના સહિત અંદાજે 20 લાખની છેતરપીંડી આચરી હતી. 


(આરોપી રજનીશ પરમાર)

મહિલાનો આક્ષેપ છે કે, રજનીશ પરમારે અવારનવાર મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. ઉપરાંત ઓરલ સેક્સ સહિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ વારંવાર આચર્યું હતું. જેમાં ફરિયાદી મહિલાની મંજૂરી પણ નહોતી. મહિલાએ આપેલા પૈસા અને લગ્ન કરવાની વાત મુકતા આરોપીએ કહ્યું કે, હજુ તેની પત્નીએ છૂટાછેડા નથી આપ્યા એટલે હાલ નહીં થઈ શકે. ફરિયાદી મહિલાને એક 30 વર્ષ અને એક 28 વર્ષના એમ બે પુત્રો પણ છે. પોલીસ ફરિયાદમાં સામે આવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, આરોપી રજનીશના રચેલા ષડયંત્રમાં વિધવા મહિલા બરાબર ફસાઈ ગઈ છે. બે મહિના પહેલા ફરિયાદી મહિલા અને રજનીશ પરમાર વચ્ચે ઝઘડો થયો. જેમાં આરોપીએ મહિલાને ક્રોધમાં આવીને માર માર્યો તથા લગ્ન કરવાની પણ ના પાડી દીધી. આરોપી અને ભોગ બનનાર મહિલા વચ્ચે થયેલી આ તકરાર ઘટનાનો ટર્નિંગ પોઇન્ટ બની. મહિલાએ પોતાના પર થયેલા અત્યાચાર અને ઠગાઇની ફરિયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમાં લખાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી રજનીશ પરમારની ધરપકડ કરી લીધી છે. તપાસમાં આરોપી સામે અગાઉ પણ બળાત્કાર સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાની હકીકત બહાર આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news