જેના પર આંખો બંધ કરીને ભરોસો કર્યો તે ભાગીદારે જ એવુ કૌભાંડ કરી નાખ્યું કે...

શહેરના નારોલ વિસ્તારમાં ફરી એક વખત ઠગાઈની ઘટના સામે આવી છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો ભાગીદાર હોવાનું ખૂલ્યું છે. ભાગીદારીમાં બનાવેલા કોમ્પલેક્ષની અનેક દુકાનો બારોબાર વેચીને કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો ખુબ જ ચોંકાવનારો છે.

જેના પર આંખો બંધ કરીને ભરોસો કર્યો તે ભાગીદારે જ એવુ કૌભાંડ કરી નાખ્યું કે...

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના નારોલ વિસ્તારમાં ફરી એક વખત ઠગાઈની ઘટના સામે આવી છે. જેમાં આરોપી અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીનો ભાગીદાર હોવાનું ખૂલ્યું છે. ભાગીદારીમાં બનાવેલા કોમ્પલેક્ષની અનેક દુકાનો બારોબાર વેચીને કરોડો રૂપિયાની ઠગાઇ આચરનાર સામે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો ખુબ જ ચોંકાવનારો છે.

1 પોલીસ ગિરફતમાં રહેલા શખ્સનું નામ છે દિલીપસિંહ ભાટીયા. આરોપી આમ તો સ્ટાન્ડર્ડ રોડ કેરિયરના નામથી ટ્રાન્સપોર્ટનો વેપાર કરે છે. પરંતુ તેણે પોતાના જ ભાગીદાર સાથે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી અરુણકુમાર વાણીયાને વર્ષ 2008માં દિલીપસિંહ ભાટીયા સાથે પરિચય થયો હતો. તેઓએ નારોલ વિસ્તારમાં ભાગીદારીમાં જમીન ખરીદી તે જમીન ઉપર સુખ અમૃત કોમ્પલેક્ષ નામની કોમર્શિયલ સ્કીમ બનાવી હતી. 

જે જમીનનો વિવાદ થતા કોર્ટમાં કેસ ચાલતો હતો, તેવામાં ફરિયાદીને પોતાના રોકાણ કરેલા કરોડો રૂપિયા ડૂબી જવાનો ડર લાગતા તેણે ભાગીદાર દિલીપસિંહ ભાટિયા સાથે સમજૂતી કરાર કર્યો હતો. જેમાં કોમ્પલેક્ષની બાકી રહેલી 55 દુકાનો એકબીજાની સહમતીથી વેચવાનું નક્કી થયું હતું. તે દુકાનોમાંથી આવેલી રકમમાં નફાનો 65% હિસ્સો દિલીપસિંહ તેમજ 35 ટકા હિસ્સો ફરિયાદીનો નક્કી કર્યો હતો. જો કે આરોપી દિલીપસિંહ ભાટિયાએ સમજૂતી કરાર કર્યાના 17 દિવસ બાદ જ 27 દુકાનો બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું.

2 ફરિયાદી વેપારીને આ ઠગાઈ મામલે જાણ થતા તેઓએ નારોલ પોલીસ સ્ટેશનમાં દિલીપસિંહ ભાટિયા સામે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ સંયુક્ત ભાગીદારીની મિલકતમાં આવેલ 55 દુકાનો પૈકી 27 દુકાનો ઉપર અન્ય વ્યક્તિને દસ્તાવેજ કરી આપીને છેતરપિંડી આચરનાર દિલીપસિંહ ભાટીયા કોમ્પ્લેકસની બાકી રહેતી 30 દુકાનો પણ જાણ બહાર વેચી દે તેવી શંકાના આધારે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ તેજ કરી છે. 3 હાલ તો આ સમગ્ર મામલે નારોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની વધુ પુછપરછ શરૂ કરી છે. જોકે 4 કરોડની છેતરપિંડીની રકમનો આરોપીએ શું કર્યું અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news