IPL: ફાઇનલ મેચ પહેલાં દિગ્ગજ ક્રિકેટરે કર્યો મોટો દાવો, આ ટીમનું પલડું રહેશે ભારે
ફાઇનલ પહેલાં સાઉથ આફ્રીકાના દિગ્ગજ ગ્રીમ સ્મિથ અને પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ જણાવ્યું કે મેચમાં કઇ ટીમનું પલડું ભારે રહેશે.
Trending Photos
IPL 2022 Final Suresh Raina Graeme Smith: આપીએલ પોતાના અંતિમ પડાવ પર છે. આવતીકાલે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થશે. હાર્દિક પંડ્યના નેતૃત્વવાળી ટીમે કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં ક્વાલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને હારાવી આઇપીએલ 2022 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ સંજૂ સૈમસનના નેતૃત્વવાળી રાજસ્થાને અમદાવાદમાં ક્વાલિફાયર 2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટથી હરાવી દીધી અને આઇપીએલની નવી ટીમ ટીમ સાથે ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ફાઇનલ પહેલાં સાઉથ આફ્રીકાના દિગ્ગજ ગ્રીમ સ્મિથ અને પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ જણાવ્યું કે મેચમાં કઇ ટીમનું પલડું ભારે રહેશે.
ગુજરાત ટાઇટન્સ આઇપીએલ 2022 માં રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ બે મેચોમાં આમને સામને આવ્યા છે. જોકે સ્મિથ અને રૈના બંનેએ કહ્યું કે ફાઇનલ જેવી હાઇ પ્રેશરવાળી મેચમાં વસ્તુઓ અલગ થઇ જાય છે અને કોઇ મનપસંદ ન હોઇ શકે. 2008 માં પહેલાં સીઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ રહેલા દક્ષિણ આફ્રીકાના પૂર્વ કેપ્ટને પણ દાવો કર્યો કે વિજેતાની ભવિષ્ય કરવી કઠિન છે, કારણ કે બંને ટીમો સંભવિત મેચ-વિજેતાઓથી ઉભરી છે.
દક્ષિણ આફીકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ અને પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને લાગે છે કે આઇપીએલ 2022 માં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઇટન્સ પર થોડી બઢત મળી શકે છે, કારણ કે રાજસ્થાન ટીમ ખિતાબી જંગ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક મેચ રમી ચૂકી છે અને અહીંની પરિસ્થીતિઓને સારી સમજી લીધી હશે. હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ટીમને કલકત્તાના ઇડન ગાર્ડન્સમાં ક્વાલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને હરાવી આઇપીએલ 2022 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો. બીજી તરફ સંજૂ સૈમસનના નેતૃત્વવાળી રાજસ્થાને અમદાવાદમાં ક્વાલિફાયર 2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટથી માત આપી અને આઇપીએલની નવી ટીમ સાથે ફાઇનલમાં સ્થાન બનાવ્યું.
સાઉથ આફ્રીકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ગ્રીમ સ્મિથે કહ્યું કે 'મને લાગે છે કે ગુજરાત ટાઇટન્સ પર રાજસ્થાન રોયલ્સને થોડી સામાન્ય બઢત છે. તેમણે માહોલ, આઉટફીલ્ડ, પિચ અને વધારાના ઉછાળાની ઓળખ થઇ ગઇ છે. 2008 માં પહેલી સીઝન દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટીમનો ભગ રહી ચૂકેલા દક્ષિણ આફ્રીકાના પૂર્વ કેપ્ટને પણ દાવો કર્યો કે વિજેતાની ભવિષ્યવાણી કરવી કઠીન છે.
સુરેશ રૈનાએ કહ્યું કે 'મને લાગે છે કે ફાઇનલામાં ગુજરાત ટાઇટન્સની રાજસ્થાન રોયલ્સ પર થોડી બઢત હશે, કારણ કે તેમને ચાર, પાંચ દિવસ્નો આરામ મળ્યો છે. તેમણે આગળ કહ્યું કે મારું માનવું છે કે રાજસ્થાનને હળવાશમાં લઇ શકાય નહી, કારણ કે શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે અને જો જોસ બટલર આ સીઝનમાં અંતિમ વખત વિસ્ફોટક ઇનિંગ રમે છે, તો આ ટીમ મઍટે મોટું ન્બોનસ હશે. એટલા માટે આ એક મોટી મેચ હશે.
ફાઇનલ પહેલાં સ્મિથે આ સીઝનની બે સર્વશ્રેષ્ઠ ટીમો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સને એક લાખથી વધુ દર્શકોની સામે ટ્રોફી ઉઠાવવા માટે સંઘર્ષ કરતાં જોવાની સંભાવનાઓ પર પણ ખુશી વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે