28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી માટે શરૂ થશે નામાંકન પ્રક્રિયા

તારીખ 28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થશે. જેમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ત્યારે મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ જાહેરનામું પણ પ્રસિદ્ધ થશે. 

28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી માટે શરૂ થશે નામાંકન પ્રક્રિયા

હિતલ પારેખ/ગાંધીનગર: તારીખ 28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થશે. જેમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ત્યારે મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ જાહેરનામું પણ પ્રસિદ્ધ થશે. 

વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ આવતીકાલથી જ નામાંકન પ્રક્રિયા શરૂ થશે અને આ પ્રક્રિયામાં 4 એપ્રિલ સુધી ભરી ઉમેદવારી પત્ર શકાશે. જ્યારે લોકસભામાં બેઠકવાર 639 સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાયઇંગ સ્ક્વોડ કાર્યરત કરી દેવામાં આવશે. અને ઉમેદવારી ફોર્મ ભરનાર વ્યક્તિ પાંચ લોકો સાથે આવીને ફોર્મ ભરી શકશે. 

નોધનિય છે, કે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે 100 મીટરના પરિઘમાં ઉમેદવારના વાહન સહિત માત્ર 3 વાહનોજ લાવી શકાશે. ફોર્મ ભરવા ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિઓને જ ઉપસ્થિત રહેવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પરથી તમામ ઉમેદવારો નામાંકત પ્રક્રિયામાં ભાગ લઇને તેમની ઉમેદવારી નોધાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news