જૂનાગઢનું અતિપૌરાણિક વાઘેશ્વરી માતાનું મંદિર, ભગવાન વામને કરી હતી માતાજીની પૂજા

જૂનાગઢનું અતિપૌરાણિક વાઘેશ્વરી માતાનું મંદિર, ભગવાન વામને કરી હતી માતાજીની પૂજા

* ઘરે બેઠાં કરો માઁ વાઘેશ્વરીના દર્શન
* જૂનાગઢમાં ડુંગરની ગોદમાં બિરાજે છે માઁ વાઘેશ્વરી
* જીલ્લાના પ્રાચીન માતાજીના મંદિરો પૈકીનું એક મંદિર
* શારદીય નવરાત્રીમાં માઁ વાઘેશ્વરીના દર્શન માટે ઉમટે છે ભાવિકો
* કોરોનાને લઈને મંદિરમાં પ્રવેશ અને દર્શન માટે વિશેષ વ્યવસ્થા
* સંક્રમણ રોકવા મંદિરના ઘંટને પ્લાસ્ટીકથી કવર કરી દેવાયા

જૂનાગઢ : ડુંગરની ગોદમાં બિરાજે છે માઁ વાઘેશ્વરી. જીલ્લાના પ્રાચીન માતાજીના મંદિરો પૈકીનું આ એક મંદિર છે. જ્યાં શારદીય નવરાત્રીમાં માઁ વાઘેશ્વરીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. હાલ કોરોનાને લઈને મંદિરમાં પ્રવેશ અને દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના સંક્રમણ રોકવા મંદિરના ઘંટને પણ પ્લાસ્ટીકથી કવર કરી દેવાયા છે, લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માતાના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

હિન્દુ પંચાગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી આવે છે, મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર મહિનામાં નવરાત્રી આવે છે જેમાં આસો નવરાત્રી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે. માતાાજીની આરાધનાનું પર્વ છે જેનું આધ્યાત્મિક મહત્વ પણ અનેરૂં છે. જૂનાગઢમાં ગિરનાર તળેટી જતાં રસ્તે ડુંગરોની ગોદમાં માઁ વાઘેશ્વરીનું પ્રાચીન મંદિર આવેલું છે, નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે.

ચાલુ વર્ષે કોરોનાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને માસ્ક સાથે જ મંદિરમાં પ્રવેશ મળે છે, થર્મલ ગનથી તેનું તાપમાન ચકાસી, હાથ સેનેટાઈઝ કરીને જ પ્રવેશ મળે છે. ભક્તોને સાથે એક ટોકન આપવામાં આવે છે. જેથી તેમને દર્શન માટે લાઈનમાં સમયસર વારો આવે અને લોકોની ભીડ ન થાય, મંદિરના પટાંગણમાં સર્કલ કરાયા છે તેથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી શકાય. મંદિર હોય એટલે સ્વાભાવિક રીતે તેમાં ઘંટ તો હોય જ ભાવિકો મંદિરમાં આવીને પહેલાં ઘંટનાદ કરે છે. હાલ કોરોના સ્થિતીમાં મોટી સંખ્યામાં ભાવિકો આવતાં હોય અને ઘંટ વગાડવાથી સંક્રમણ ફેલાવાની સંભાવના હોય મંદિર ટ્રસ્ટ દ્વારા ઘંટને પ્લાસ્ટીકથી કવર કરી લેવામાં આવ્યા છે જેથી ઘંટ વગાડવાનો પ્રશ્ન જ ન રહે અને સંક્રમણ અટકાવી શકાય.

માઁ વાઘેશ્વરીનું મંદિર પ્રાચીન મંદિર છે, હાલનું મંદિર પણ અંદાજે 750 વર્ષ જુનું છે, જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે અને તેનો ત્રણ વખત જીર્ણોધ્ધાર પણ થઈ ચુક્યો છે, મંદિરમાં માતાજીના આભૂષણો પણ નવાબીકાળના છે, હાલ જે માતાજીને હાર ધરાવવામાં આવે છે તે જૂનાગઢના નવાબે અહીં પધરાવ્યો હતો. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના વામન અવતારમાં તેઓ ભગવાન વામન રૂપે આ સ્થળે આવ્યા હતા અને અહીંથી જ વામનસ્થલી કે જે આજનું વંથલી છે ત્યાં ગયા હતા અને બલી રાજાના યજ્ઞમાં ત્રણ ડગલાં ભૂમિ માંગી હતી. હાલનું જે પ્રાચીન મંદિર છે તે ઉપરાંત ડુંગરમાં ઉપલા વાઘેશ્વરીનું મંદિર પણ આવેલું છે જે પગથીયાં ચડીને ડુંગરની વચ્ચે આવેલું છે ત્યાં પણ ભાવિકો નવરાત્રી દરમિયાન માતાના દર્શને જાય છે. નવરાત્રી દરમિયાન માઁ વાઘેશ્વરીના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે તેમાં પણ સાયં આરતી સમયે મોટી સંખ્યામાં ભાવિકો આરતીમાં જોડાય છે, આરતી સમયે પણ મંદિરમાં પ્રવેશ નિષેધ છે, ભાવિકો મંદિરના પટાંગણમાંથી જ આરતીના દર્શન કરે છે અને તે પણ સોશ્યસ ડિસ્ટન્સ સાથે દર્શન કરવાના રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news