આ મહાનગર પાલિકાએ પાર્કિગ માટે ઘડ્યો માસ્ટરપ્લાન, ચૂકવવો પડશે ચાર્જ

ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી તેનો અમલ શરુ કરી દીધો છે, જેમાં એક સુધારો કરી હવે પાર્કિંગમાં શરૂઆતનો અડધો કલાક કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તો નિર્ણય લેવામાં આવ્યો છે, મહત્વનું છે કે, ગત વર્ષે સરકાર પાસેથી મંજુરી મળી જતા પોલીસી લાગુ કરવા માટે મનપાએ તૈયારીઓ શરુ કરી હતી. કયા રસ્તા ઉપર પાર્કિગ કરવું અને ક્યાં ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે પાર્કિંગ પોલીસી લાગુ કરવામાં આવી હતી.

આ મહાનગર પાલિકાએ પાર્કિગ માટે ઘડ્યો માસ્ટરપ્લાન, ચૂકવવો પડશે ચાર્જ

તેજશ મોદી/ સુરત: ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી તેનો અમલ શરુ કરી દીધો છે, જેમાં એક સુધારો કરી હવે પાર્કિંગમાં શરૂઆતનો અડધો કલાક કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તો નિર્ણય લેવામાં આવ્યો છે, મહત્વનું છે કે, ગત વર્ષે સરકાર પાસેથી મંજુરી મળી જતા પોલીસી લાગુ કરવા માટે મનપાએ તૈયારીઓ શરુ કરી હતી. કયા રસ્તા ઉપર પાર્કિગ કરવું અને ક્યાં ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે પાર્કિંગ પોલીસી લાગુ કરવામાં આવી હતી. 

ગત 20મી જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી લોકો પાસેથી કોઈ ચાર્જ વસુલવામાં આવ્યો ન હતી, પરતું લોકોની માંગણી હતી કે તેમને 10થી 15 મિનીટ ફ્રી પાર્કિંગ આપવામાં આવે, જેને પગલે એક દિવસ બાદ હવે પોલીસીનો અમલ કરવામાં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે મેયર ડો. જગદીશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે લોકોને રાહત આપવાના ઉદ્દેશથી પાર્કિંગનો શરુઆતનો અડધો કલાક વાહનચાલકને કોઈ ચાર્જ આપવો નહીં પડે, પરતું ત્યાર બાદ નિયત કરેલો ચાર્જ ચૂકવવો પડશે. 

સુરત શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનો સાથે ટ્રાફિકની સમસ્યાનો શહેરમાં ઉકેલ લાવવા લોકોમાં પાર્કિંગ સેન્સ કેળવવા સુરત મહાનગર પાલિકાએ પાર્કિંગ પોલિસી અને પાર્કિંગ બાઇલોઝ તૈયાર કરી ને 10 ઓકટોબર 18ના રોજ સરકારમાં રજુ કરી હતી તેને મંજુરી મળી છે. પોલિસીમાં મુખ્યત્ત્વે ઓનસ્ટ્રીટ પાર્કિંગ અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ માટે નિયત દર વસુલવાની જોગવાઇ છે. જેને કારણે સામાન્ય દર ભરપાઇ કરી લોકો સુવ્યવસ્થિત અને સલામત પાર્કિંગનો લાભ મેળવી શકશે.

ખંડણીખોરની વિચિત્ર માંગ: કહ્યું અત્યારે નાણા આપો ચાર વર્ષે વ્યાજ સહિત પાછા

રસ્તા પર આડેધડ પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પાલિકાનો દાવો છે. મહત્વનું છે કે પાર્કિંગ પોલિસી અને બાયલોઝને સરકારે મંજુરી આપી દીધી છે ત્યારે મનપાના સાત ઝોનના કુલ વિસ્તારોમાં 16 થી વધુ રસ્તાઓ ઉપર પ્રોયોગિત ધોરણે અમલીકરણ શરૂ કરવામાં આવ્યો છે. ઝોનમાં નોડલ ઓફિસર, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર તથા માર્શલોની ટીમ ઓન સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરાવમ આવી છે.

16 ડિવિઝનના કર્મચારી હડતાલ પર જતા ગુજરાત STના પૈડા થંભશે

20 જાન્યુઆરીથી એક મહિના સુધી એટલે કે 19મી ફેબ્રુઆરી સુધીનો પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા તથા પાર્કિંગ માટે નિયત જગ્યામાં એટલે કે 16 જાહેર કરાયેલા પ્રિમિયમ રસ્તાઓ પર સફેદ પટ્ટામાં કતાર બંધ તથા નીશાની કરવામાં આવેલી જગ્યામાં પાર્કિંગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે જ નો પાર્કિંગ જગ્યામાં પાર્કિંગ કરનાર પાસે થી કોઈ ફાઇન-પેનલ્ટી વસુલ લેવામાં આવી ન હતી. ફક્ત માહિતી આપી ને સમજાવવામાં આવ્યા હતા.

ભંગાર મામલે પરેશ ધાનાણી વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ, વિપક્ષનું વોકઆઉટ

જોકે હવે એક મહિનો પૂર્ણ થઇ ચુક્યો છે ત્યારે પોલિસીનો સંપૂર્ણ અમલ 20મી ફેબ્રુઆરી એટલે કે આજથી કરવામાં આવવાનો હતો. જોકે હવે આ પોલીસી 21મી ફેબ્રુઆરીથી અમલી બનશે. મનપા દ્વારા દંડની વસુલાત તથા પેનલ્ટી વસુલ કરવામાં આવશે. ચાર્જીસ તથા દંડની રકમ કમિટિ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે.

હાલમાં જે 16 સ્થળો પર પાર્કિંગના ચાર્જ વસુલવામાં આવશે તેની જો વાત કરવામાં આવે તો 

  • રીંગરોડ રાજહંસ બિલ્ડીંગ પાસે
  • રીંગરોડ આઈસીસી થી ગ્રીતપ્રભા બિલ્ડીંગ સુધી
  • મજુરાગેટ થી શારદા હોસ્પિટલ જંકશન સુધી
  • કાપોદ્રા એફપી3-4 ની પાછળ જવાહરનગર રોડ
  • કાપોદ્રા એફ.પી. 10-11 ની પાછળ જવાહરનગર રોડ
  • કાપોદ્રા એફ.પી.22 ની પાછળ કમલપાર્ક સોસા. જવાહરનગર રોડ
  • વરાછા મેઇન રોડ-ડી માર્ટ પાસે સરસાણા
  • વરાછા રોડ-અવધ તથા રોયલ આર્કેડ પાસે
  • વરાછા મેઇન રોડ-વોટર વર્કસથી મહારાણા પ્રતાપ ગાર્ડન સુધી
  • સાલાસર ગેટ થી કમેલા રોડ
  • સેન્ટર પોઈન્ટ થી સિવિલ ચાર રસ્તાથી સોસ્યો સર્કલ સુધી
  • સુરત ડુમસ રોડ ચોપાટી જંકશન દરગાહ પાસે
  • સુરત ડુમસ રોડ પુજા અભિષેક અંજન સલાકા બિલ્ડીંગ પાસે
  • એલ.પી.સવાણી રોડ
  • ગજેરા સ્કુલ અંકુર વિદ્યાલય નો સમાવેશ થાય છે. મનપા કમિશ્નરે લોકોને અપીલ કરી છે,  કે સુરતીઓ પાલિકાને સાથ સહકાર આપે.

ઓનસ્ટ્રીટ પાર્કિંગ એટલે કે શહેરના મુખ્ય પ્રિમિયમ રસ્તા પર પાડેલા સફેદ પટ્ટા પર પાર્કિંગના અને ઓફસ્ટ્રીટ પાર્કિંગ એટલે કે શહેરના મોટા રસ્તાઓ નજીક નિર્ધારિત કરાયેલા પ્લોટ જગ્યા પર પાર્કિંગ માટે નક્કી કરવામાં આવેલા ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે, ભવિષ્યમાં પ્રાઇવેટ પ્લોટોમાં પણ કરારને આધારે પાર્કિંગ કરવાની મંજુરી આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news