AHMEDABAD માં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠક, પડતર પ્રશ્નોને બળકટ રીતે ઉઠાવાશે
શહેર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી. 33 જિલ્લાઓના તમામ સંવર્ગના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લાંબા સમયથી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના પ્રશ્નો જો રાજ્ય સરકાર સત્વરે નહી ઉકેલે તો ટૂંક સમયમાં આંદોલનનાં શ્રી ગણેશ કરવા અંગે ચર્ચા થઈ સાથે જ પડતર પ્રશ્નોની રજૂઆત બાદ આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું એ અંગે રણનીતિ ઘડવામાં આવી.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : શહેર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી. 33 જિલ્લાઓના તમામ સંવર્ગના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. લાંબા સમયથી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના પ્રશ્નો જો રાજ્ય સરકાર સત્વરે નહી ઉકેલે તો ટૂંક સમયમાં આંદોલનનાં શ્રી ગણેશ કરવા અંગે ચર્ચા થઈ સાથે જ પડતર પ્રશ્નોની રજૂઆત બાદ આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું એ અંગે રણનીતિ ઘડવામાં આવી.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ મહામંત્રી રતુ ગોર એ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે શિક્ષક સમાજ માટે વર્તમાન પરિસ્થિતિમાં સંક્રમણ કાળ ચાલી રહ્યો છે, અનેક શિક્ષકોના પ્રશ્નો છે જેને લઈ કોઈ નિરાકરણ આપવામાં નથી આવી રહ્યું, અમારી જનરલ બેઠક જૂની પેન્શન યોજના, HTAT ના પ્રશ્નો, સાતમા પગાર પંચ મુજબ ભથ્થાં, બોન્ડ અંગેના પ્રશ્નો, અરસપરસ બદલી અંગેના પ્રશ્નો, પીટી શિક્ષકોની ભરતી અંગે પ્રાંત કારોબારીની જનરલમાં ચર્ચા થઈ છે. આગામી દિવસમાં આ પ્રશ્નો મામલે રજુઆત બાદ આક્રમણ વલણ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષીક સંઘના મંત્રી જયેંદ્રસિંહ મહીડાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા 4200 ગ્રેડ પે મામલે હજુ પણ રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને વંચિત રખાયા છે. એ અંગે પણ બેઠકમાં રજૂઆત કરવામાં આવી. એક જ ગામ, એક જ સંસ્થામાં હોવા છતાં શિક્ષકોને સમાન અધિકારથી સરકારે વંચિત રાખ્યા અંગે રજૂઆત કરાઈ હતી. એ સિવાય શિક્ષણ સિવાયની કામગીરીથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવે, જુદા જુદા જિલ્લામાં શિક્ષકોને પેંશન માટે ધક્કા ખાવા પડે છે એ મુદ્દે નિરાકરણ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગ પગારધોરણ આપવું, કોર્પોરેશનના કર્મીઓને બાકીના ભથ્થાની ચુકવણી, તેમજ સાતમા પગારપંચના બાકીના ભથ્થાની ચુકવણી કરવામાં આવે એ અંગે ચર્ચા કરીને ભવિષ્યમાં કેવી રીતે રજુઆત કરવી અને ન્યાય ના મળે તો આંદોલનનો માર્ગ અપનાવવા અંગે સંમતિ સધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સતત શિક્ષકોના પ્રશ્નો મામલે આક્રમક વલણ અપનાવી રહી છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાદ શિક્ષકોને 8 કલાકની ડ્યુટી અંગે કરાયેલા પરિપત્રનો વિરોધ કરી શિક્ષકોના પ્રશ્નો મજબૂતીથી મૂકી રહેલું મહાસંઘ આગામી દિવસમાં શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો મામલે કેવું વલણ અપનાવશે એ જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે