દેશનો મૂડ મોદી તરફી, ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો: બાબા રામદેવ
યોગગુરુ બાબા રામદેવ રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતંજલિના શો રૂમના ઉદ્દઘાટન કરવા માટે બાબા રામદેવ પહોચ્યા હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કહ્યું તે દેશનો મુડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફનો છે.
Trending Photos
તેજશ મોદી/સુરત: યોગગુરુ બાબા રામદેવ રવિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતંજલિના શો રૂમના ઉદ્દઘાટન કરવા માટે બાબા રામદેવ પહોચ્યા હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કહ્યું તે દેશનો મુડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફનો છે.
બાબા રામદેવ દ્વારા પતંજલિના શો રૂમના ઉદ્દધાટન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, દેશમાં ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો છે. ભારતમા બેરોજગારી સહિતના મુદ્દાઓ તો રહેવાના જ છે. દેશ અત્યારે સુરક્ષિત હાથોમાં છે. દેશની તમામ પાર્ટીઓ સરકાર બનાવવાનો પ્રયાશ કરશે પરંતુ દેશ જેના હાથમાં સુરક્ષિત રહેશે તે પાર્ટીની જ સરકાર બનશે.
સુરતના કાપોદ્રા વિસ્તારમા યોગગુરુ બાબા રામદેવ પતંજલિ પરિધાન શો રૂમનું ઉદ્દઘાટન કર્યું અને કહ્યું કે, યોગ કરવાથી લોકો ધારાસભ્ય, સાંસદ સભ્ય અને મુખ્યમંત્રી બની રહ્યા છે. વધુમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે હવે દેશમાં રાહુલ ગાંધીનો નારો ઠપ થઇ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે