લોકશાહીમાં સરપંચનું મહત્વ PM જેટલું, સાંસદને પણ ગામમાં ઘુસતા પહેલા પુછવું પડે છે: પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપ (BJP)ના પ્રમુખ સી.આર.પાટીલે (C.R Patil) ભુજમાં ભાજપ (BJP)ના કાર્યક્રમમાં હાજરી આપી હતી પેજકમિટી (page committee)ના પ્રમુખોને આઈ કાર્ડ (I CARD) વિતરણ કરવા સાથે સરપંચ (Sarpanch)ો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભુજમાં પાટીલે પ્રચાર કરી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. ભુજ એરપોર્ટ પર સી.આર.પાટીલના ભવ્ય સત્કાર બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. ઢોલ અને નગારાના તાલે પાટીલનું ભુજમાં સન્માન કરાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP)ને 182 સીટ મળે એ માટે 182 કમળથી અભિવાદન કરવામાં આવ્યું હતું. 
લોકશાહીમાં સરપંચનું મહત્વ PM જેટલું, સાંસદને પણ ગામમાં ઘુસતા પહેલા પુછવું પડે છે: પાટીલ

ભુજ : ગુજરાત પ્રદેશ ભાજપ (BJP)ના પ્રમુખ સી.આર.પાટીલે (C.R Patil) ભુજમાં ભાજપ (BJP)ના કાર્યક્રમમાં હાજરી આપી હતી પેજકમિટી (page committee)ના પ્રમુખોને આઈ કાર્ડ (I CARD) વિતરણ કરવા સાથે સરપંચ (Sarpanch)ો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભુજમાં પાટીલે પ્રચાર કરી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. ભુજ એરપોર્ટ પર સી.આર.પાટીલના ભવ્ય સત્કાર બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. ઢોલ અને નગારાના તાલે પાટીલનું ભુજમાં સન્માન કરાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP)ને 182 સીટ મળે એ માટે 182 કમળથી અભિવાદન કરવામાં આવ્યું હતું. 

સરપંચ (Sarpanch) સાથે સવાદનો કાર્યક્રમ હોવાથી સ્ટેજ પણ ગ્રામ્ય થીમ પર ડેકોરેટ કરાયું હતું. સી.આર.પાટીલની (C.R Patil) હાજરીમાં યોજાયેલા સરપંચ (Sarpanch) સંવાદમાં 435 સરપંચ (Sarpanch) હાજર રહ્યા હતા. પાટીલે સરપંચ (Sarpanch)ને સતાના સર્વોપરી લેખાવ્યા હતા,સાંસદને ગામમાં જવું હોય તો પણ સરપંચ (Sarpanch) સાથે વાત કરવી પડે તેવું જણાવી સરપંચો (Sarpanch)ને ભાજપ (BJP) સરકારની યોજના લોકો સુધી મહત્તમ પહોંચાડવા જણાવ્યું હતું. ચૂંટણીમાં સરપંચ (Sarpanch)ો મહત્વનું યોગદાન આપશે. ભાજપ (BJP) દ્વારા પેજ કમિટી અભિયાન શરૂ કરાયું છે. જેમાં જિલ્લામાં 1651 બુથ પર 1400 બુથમાં પેજકમિટી (page committee)ની કામગીરી પૂર્ણ થઈ છે. 1.45 લાખ પેજ કમિટીના સભ્યો પૈકી 70 હજાર કાર્યકર્તાઓને આઈ કાર્ડ (I CARD) આપવામાં આવશે. વિધાનસભા દીઠ પ્રતીક કાર્ડ અપાયા હતા. પ્રથમ કાર્ડ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલને, બીજું કાર્ડ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાને અપાયું હતું. 

રાજયમંત્રી વાસણભાઇ આહિરે કાર્યક્રમમાં જણાવ્યું કે, કોંગ્રેસમાંથી કાર્યકરો ભાજપ (BJP)માં આવે છે. પાટીલે ભાષણ દરમિયાન રાજયમંત્રી વાસણભાઇ આહીરને શાબ્દિક ટકોર કરી હતી. ભાજપ (BJP)ના કાર્યકરો પર વિશ્વાસ રાખવા જણાવી દેતા ચર્ચાના એરણે આ મામલો ચડ્યો છે. પાટીલે કહ્યું કે, વાસણભાઇ તમે ભાજપ (BJP)ના કાર્યકરો પર વિશ્વાસ રાખો, આપણે ચૂંટણી જીતી જસુ આ ટિપ્પણી ઘણી સૂચક માનવામાં આવે છે. 

સી.આર.પાટીલે (C.R Patil) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, કોંગ્રેસમાં ટીકીટ પૈસાથી મળે છે. જ્યારે ભાજપ (BJP)માં કાર્યકર્તાની મહેનતના આધારે ટીકીટ અપાય છે. કોંગ્રેસમાથી આવેલા લોકોને ભાજપ (BJP)માં પ્રવેશ આપવામાં આવશે નહિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અસર કરશે નહીં તેવું જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news