ઉત્તરાયણમાં નવું આવ્યું! સુરતના આકાશમાં દેખાશે રામ મંદિર, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
સુરતના આકાશમાં દેખાશે રામ મંદિર. સુરતની ઓળખ સમા જરીથી પતંગ પર બનાવવામાં આવ્યું શ્રીરામ અને અયોધ્યા મંદિરનું ચિત્ર. રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ સાત ફૂટનો પતંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. સૂરત સહિત આજુ બાજુના શહેરોમાં પણ રામ મંદિરના થીમ વાળા પતંગમાટે અપાયા ઓર્ડર. ચાર કારીગરોની બે દિવસની મહેનત બાદ તૈયાર થયો સાત ફૂટનો પતંગ. મકરસંક્રાંતિએ આકાશમાં દેખાશે રામ મંદિરનો સૌથી મોટો પતંગ.
Trending Photos
Uttarayan festival 2024 : ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે પતંગ રશિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15 ટકાનો વધારો છે. તેમ છતાં પતંગ રસીયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસ્વીર વાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત છે કે આ પતંગ સાત ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસ્વીર છે. એટલું જ નહિ પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે.
સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈ 500 રૂપિયા આપી રહ્યા હતા. જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા 100 નંગ ડીટ પતંગ માટે લોકો 40થી લઈ 50 રૂપિયા વધારે આપી રહ્યા છે. પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15 ટકાનો વધારો નોંધાયો છે.
જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે. તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે. ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલકાય પતંગ પસંદ કરી રહ્યા છે. જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં જેને લઇ ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે.
ખાસ રામ મંદિર ઉદ્ઘાટન ને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેની કિંમત 1200 રૂપિયાથી લઇ 1500 રૂપિયા સુધી છે કેટલાક વેપારીઓના ત્યાં બુકિંગ પહેલા જ થઈ ગઈ છે..માત્ર રામ મંદિરની થીમ પર પતંગ જ નહીં પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ની તસ્વીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશો પણ લખવામાં આવ્યા છે.
પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે 'શેર યદી દો કદમ પીછે હટતા હૈ તો યે ન સમજના કી વહ ડર ગયા ક્યુ કી વહ જાણતા હૈ કી કબ ઉસે લંબી છલાંગ લગાની હૈ' અન્ય પતંગો ઉપર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે જે લોકોને પસંદ પણ આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે