સંસ્કૃતી ભુલીને સ્મૃદ્ધિનું પ્રદર્શન ? ગીતા મંદિરનો ઐતિહાસિક દરવાજો તોડી પડાયો !

સરકારી તંત્ર જ્યારે પણ કોઇ ભુલ કરે ત્યારે વિભાગ વિભાગ રમવાનું ચાલુ કરી દેતું હોય છે અને એક બીજાને ખો આપીને મામલો રફેદફે કરે છે

સંસ્કૃતી ભુલીને સ્મૃદ્ધિનું પ્રદર્શન ? ગીતા મંદિરનો ઐતિહાસિક દરવાજો તોડી પડાયો !

અમદાવાદ : અમદાવાદને (Ahmedabad) હેરિટેજ સિટી (Heritage city) તરીકે દરજ્જો મળ્યો છે. પરંતુ આ અમુલ્ય વારસાની સ્થાનિકો અને કોન્ટ્રાક્ટરોને જ કોઇ કિમ્મત નથી. અમદાવાદનાં હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો પરંતુ તેની જાળવણી  અંગે કાંઇ જ પડી નથી. અમદાવાદ કોટ વિસ્તારની ઓળખ સમા 12 દરવાજાઓ પૈકી અનેક દરવાજાઓનું જનત જોખમમાં છે. અમદાવાદનાં ગીતા મંદિરમાં બસ સ્ટેન્ડ ફેઝ-2ની નવીનીકરણ માટે 18 યુનિટને તોડવાની વાત કરવામાં આવી હતી. આ યુનિયમાં દરવાજાનો પણ ઉલ્લેખ હતો. ન માત્ર તોડવાની વાત પરંતુ તેને તોડવા માટે થનારા ખર્ચ અને સાલ્વેજ વેલ્યુ પણ લખવામાં આવેલી છે. 

આ ઉપરાંત ડોક્યુમેન્ટમાં હેરિટેજ વિભાગનાં મેનેજર હિરેન ઠક્કરનો પત્ર પણ હતો. જેમાં લખ્યું હતું કે કોટ વિસ્તાર બહારનાં તૈયાર કરવામાં આવેલા હેરિટેજ સ્ટ્રક્ચર લિસ્ટમાં સમાવેશ કરવામાં આવેલો નથી. શું હેરિટેજ વિભાગે જ આ દરવાજા તોડવાને મંજુરી આપી ? શું એસટી વિભાગે આ પગલું ઉઠાવ્યું? કોર્પોરેશન વિભાગે આ નિયમ તોડ્યો ? કે પછી હબ ટાઉન નામની કંપનીએ ગેટ તોડ્યો ? આ સવાલો સાથે કોર્પોરેશન 3 જાન્યુઆરીએ બસ ટર્મિનલનાં પ્લાનને મંજુરી આપી હતી. એટલું જ નહી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ સર્વે રિન્યુ કર્યા બાદ શરૂ કરવામાં આવ્યું હતું. તેમ છતા પણ હેરિટેજ ગેટ શા માતે તોડવામાં આવ્યો તે સવાલ છે ? 

લણણીના સમયે જ કમોસમી ઝાપટાથી ખેડૂતોને બચ્યું તું એ પણ બગડ્યું
એક તરફ જેને બસ સ્ટેન્ડનાં નિર્માણનું કામ આપવામાં આવ્યું તે કંપની મંજૂરી હોવાથી કામ કર્યું હોવાની વાત કરે છે. જો કે બીજી તરફ કોર્પોરેશનની હેરિટેજ કન્વર્ઝેશન કમિટીનાં ચેરમેને જીએસઆરટીસીને દરવાજા અને દિવાલનું સંરક્ષણ કરવા માટેનું જણાવ્યું હતું. તો બીજી તરફ આ તોડી પડાયા બાદ એસટી તંત્ર મૌન છે. હેરિટેન વિભાગે મનાઇ કરી હોવા છતા પણ શા માટે તોડી પાડવામાં આવ્યું તે એક મોટો સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news