દરેકે દરેક જિલ્લામાં 10-12 પછી શું તેનું માર્ગદર્શન આપવા સરકાર સેમિનારનું આયોજન કરશે

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો સૌ પ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવી દિશા – નવું ફલક" અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં તા.૨૬મી મેએ, ૨૫ જિલ્લાઓમાં તા. ૩૦મી મે એ અને ૨૪૯ તાલુકાઓમાં તારીખ ૧લી જૂનથી ૬ઠ્ઠી જૂન દરમિયાન કાર્યક્રમો યોજવામાં આવશે. 
દરેકે દરેક જિલ્લામાં 10-12 પછી શું તેનું માર્ગદર્શન આપવા સરકાર સેમિનારનું આયોજન કરશે

ગાંધીનગર : રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો સૌ પ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવી દિશા – નવું ફલક" અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં તા.૨૬મી મેએ, ૨૫ જિલ્લાઓમાં તા. ૩૦મી મે એ અને ૨૪૯ તાલુકાઓમાં તારીખ ૧લી જૂનથી ૬ઠ્ઠી જૂન દરમિયાન કાર્યક્રમો યોજવામાં આવશે. 

રાજ્યના શિક્ષણએ જણાવ્યું કે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહેએ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને "નવી દિશા નવું ફલક" કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દીમાં જરૂરી માર્ગદર્શન મળી રહે અને તેઓ તેમની કારકિર્દી વધુ સારી રીતે ઘડી શકેએ આશયથી આ પ્રકારના કાર્યક્રમો યોજવાનું રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. 

જે અંતર્ગત રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં તા.૨૬મી મે મહાનગર પાલિકા કક્ષાના,પચ્ચીસ જિલ્લાઓમાં તા. ૩૦મીએ જિલ્લા કક્ષાના અને ૨૪૯ તાલુકાઓમાં તારીખ ૧લી જૂનથી ૬ઠ્ઠી જૂન દરમિયાન તાલુકા કક્ષાના કાર્યક્રમો સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન યોજાશે. કાર્યક્રમોના સ્થળની વિગતો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તે માટે આ કાર્યક્રમોમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવનાર છે. જેનો મહત્તમ લાભ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

શિક્ષણમંત્રીએજણાવ્યું કે, મુખ્યમંત્રી ૮ મહાનગરો તથા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ માત્ર ધોરણ ૧૦ અને ૧૨ નહીં પણ ધોરણ ૯ થી ૧૨ સુધીના વિધાર્થીઓ અને વાલીઓ માટે કારકિર્દીને લગતા સવાલો માટે સેમિનાર યોજવામાં આવશે. આ પ્રકારનો સેમિનાર ગુજરાતમાં પ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે એમ તેમણે વધુમાં પણ ઉમેર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, કૃષિ વિભાગ, રોજગાર વિભાગ જેવા વિભાગો સાથે સંકલન સાધીને આ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news