મિત્ર સાથે રાત્રે પાર્ટી મનાવનાર યુવતીનું સવારે મોત, પરિવારે કર્યું એવું કામ કે તમે કહેશો વાહ...
પિપલોદની ઓયો હોટલમાં નવા વર્ષની રાત્રે પોતાનાં મિત્ર સાથે હોટલની રૂમમાં ઉજવણી કરવા માટે ગયેલી કતારગામની યુવતી ભેદી સંજોગોમાં મૃત હાલતમાં હોટલની રૂમમાંથી મળી આવી હતી. રાત્રે બંન્નેએ સુતા બાદ સવારે યુવાને જ્યારે યુવતીને જગાડી તો તે ઉઠી નહોતી. યુવક યુવતીને લઇને હોસ્પિટલ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જેના પગલે યુવતીનાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઘટના અંગે પોલીસે જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Trending Photos
સુરત : પિપલોદની ઓયો હોટલમાં નવા વર્ષની રાત્રે પોતાનાં મિત્ર સાથે હોટલની રૂમમાં ઉજવણી કરવા માટે ગયેલી કતારગામની યુવતી ભેદી સંજોગોમાં મૃત હાલતમાં હોટલની રૂમમાંથી મળી આવી હતી. રાત્રે બંન્નેએ સુતા બાદ સવારે યુવાને જ્યારે યુવતીને જગાડી તો તે ઉઠી નહોતી. યુવક યુવતીને લઇને હોસ્પિટલ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જેના પગલે યુવતીનાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઘટના અંગે પોલીસે જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવાર દ્વારા દિકરીનાં અકાળે અવસાનનાં કારણે આભ તુટી પડ્યું હતું. પરિવારને હોસ્પિટલ દ્વારા દેહદાન અંગે સમજાવવામાં આવતા તેમણે તૈયારી દર્શાવી હતી. જેના પગલે તેના ઉપયોગમાં આવી શકે તેવા અંગેના દાન માટે પરિવાર તૈયાર થયો હતો. ડોક્ટર્સ દ્વારા તપાસ કરીને તેની આંખો અંગે પરિવારને જાણ કરાઇ હતી. જેથી પરિવારે દીકરીની આંખોનું દાન કર્યું હતું.
કતારગામ ગોપીનાથ સોસાયટી ખાતે રહેતી તન્વી દિલીપભાઇ ભાદાણી(22) હેલ્થ પ્રોડક્ટ માર્કેટિંગ કંપનીમાં એડમીન તરીકે જોડાયેલી હતી. ભાવનગર ખાતે રહેતા કંપનીના સીઇઓ પંકજ ગોહિલ સાથે કંપનીના કામે અવાર નવાર બહાર જતી હતી. શુક્રવારે પંકજ સુરતમાં હોવાથી કંપનીના અન્ય કર્મચારીઓ સાથે મીટિંગ થઇ હતી. સાંજે ઘરે જમ્યા બાદ તનવી પિપલોદ ઓયો હોટલમાં પંકજ સાથે રોકાઇ હતી. સવારે તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઉઠી નહોતી. તેને હોસ્પિટલ લઇ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જોકે કોઇ ગુનાહિત કૃત્ય થયાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત પરિવાર દ્વારા પણ કોઇ આશંકા કે આક્ષેપ કરાયા નથી. મૃતક તન્વી અને પંકજ હોટલમાં રોકાયેલા હોવાની જાણ પરિવારને થઇ હતી. તેની મિત્રતાથી પરિવાર સારી રીતે વાકેફ હતો. આ ઉપરાંત પોસ્ટમોર્ટમમાં પણ કાંઇ જ શંકાસ્પદ સામે આવ્યું હતું. મૃતક તન્વીનાં હૃદયમાંથી જામેલું લોહી મળી આવ્યું છે. હોજરીમાંથી પાણી મળી આવ્યું છે. કેમિકલ અે હિસ્થોપેથો માટે સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુ અંગેનું કારણ જાણી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે