અરવલ્લીની આ યુવતીએ પોતાનાં વાળને કારણે વિશ્વમાં મેળવ્યું નામ, ગીનીસબુકમાં મેળવ્યું સ્થાન
Trending Photos
સમીર બલોચ/અરવલ્લી: જીલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી અરવલ્લીની નીલાન્સી પટેલે લાંબા વાળના રેકોર્ડ માટે ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવતા વિષ રેકોર્ડ સર્જી દીધો છે. લાંબા વાળ કોને ન ગમે. દરેક સ્ત્રી લાંબા વાળની આશા રાખતી હોય છે, પણ દરેકના નસીબ તે હોતું નથી. મોડાસાની બ્રિજેશ પટેલની પુત્રી નીલાંશી પટેલ કે જે ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. જેને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી વાળની માવજત કરીને રેકોર્ડબ્રેક લાંબા વાળ રાખ્યા છે. ધોરણ 12 અભ્યાસ કરતી નીલાંશી પટેલએ છ ફૂટ લાંબા વાળ એટલે કે 190 સેન્ટી મીટર જેટલા લાંબા વાળ રાખીને વિશ્વરેકોર્ડ સર્જી દીધો છે.
છ ફૂટ લાંબા વાળ રાખવા આસાન નથી પણ નીલાંશીએ મમ્મી કામિનીબેનની મદદથી કાળજી રાખીને છ ફૂટ લાંબા વાળ રાખવામાં સફળતા મેળવી છે. નીલાંશી પટેલે અગાઉ 2018 નવેમ્બર માસમાં 170.5 સેન્ટી મીટર સાથે લાંબા વાળ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. જેને માત્ર એક વર્ષમાં પોતાનો જ રેકોર્ડ તોડીને 2019માં 190 સેન્ટી મીટર લાંબા વાળ કરવામાં સફળ રહી છે. નીલાંશીના લાંબા વાળ જોઈને સૌ કોઈને કુતુહુલ થાય છે. નીલાંશી પોતાના લાંબા વાળ હોવાના ગર્વ સાથે જણાવે છે કે મારે લાંબા વાળના કારણે મારે મિત્રો પણ વધ્યા છે અને શાળામાં મારા મિત્રો મારી વાળની જાળવણી કરવામાં મદદ કરે છે.
દરેક સ્ત્રીને લાંબા વાળ ગમતા હોય છે પણ તેની માવજત કઠીન હોય તેથી અન્ય સ્ત્રીઓ પોતાના વાળ લાંબા રાખી શકાતી નથી. ત્યારે નીલાંશી લાંબા વાળ રાખીને પોતાના વિસ્તારમાં આકર્ષણનું કેદ્ન્ર બની છે. બાળપણથી લાંબા વાળ રાખવાનો શોખ ધરાવતી નીલાંશી ટેબલ ટેનીસ અને સ્વીમીંગમાં પણ નિપુણતા ધરાવે છે. જેમાં તે રાષ્ટ્રીયકક્ષાએ ભાગ પણ લઇ ચુકી છે. લાંબા વાળ સાથે રમતગમતમાં નિપુણતા ધરાવતી આ કિશોરીને લાંબા વાળ સાથે રમત રમતા કોઈપણ પ્રકારની મુશ્કેલી થતી નથી. રેકોર્ડ નોધાવનાર નીલાંશીની માતા તેના વાળની માવજત માટે ખુબ કાળજી અને સમય આપે છે.
લાંબા વાળ હોય એટલે થોડી મુશ્કેલી પણ થાય. વાળની સાચવણી અને શેમ્પુ પણ નિયમિત કરવું પડે છે, અને વાળને શેમ્પુ કરવા માટે દર રવિવારે માથાના વાળ ધોવા પડે છે. ત્યારે લાંબા વાળ સાથે મુશ્કેલી પણ છે. પણ સાથે રેકોર્ડ રચવાનો રોમાંચ પણ છે. સાયરા ગામનો આ પરિવાર હાલતો મોડાસા શહેરમાં રહે છે. ત્યારે શહેર અને જીલ્લાનું ગૌરવ વધારનાર નીલાંશી પટેલ પોતાના આ વાળને ભગવાનની ભેટ ગણાવે છે. લાંબા વાળના અરમાન ધરાવતી સ્ત્રીઓ માટે નીલાંશી એક ઉદાહરણ બની છે. ત્યારે હજુ પણ નીલાંશી પોતાની ઓળખ લાંબા વાળ સાથે આગળ ધપાવે તેવો પ્રયાસ તેના માતા-પિતા કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે