આસારામ માટે "ખાસ વસ્તુની" વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર

જેના થકી આસારામ આટલું કરી શકતો, તે ખાસ વસ્તુ લાવી આપનાર આરોપી 12 વર્ષે ઝડપાયો

આસારામ માટે "ખાસ વસ્તુની" વ્યવસ્થા કરનાર 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, તેનાથી જ મળતો હતો પાવર
  • જેના થકી આસારામ આટલું કરી શકતો, તે ખાસ વસ્તુ લાવી આપનાર આરોપી 12 વર્ષે ઝડપાયો

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર થયેલ ફાયરીંગ મામલે 12 વર્ષથી વોન્ટેડ સંજય ઉર્ફે સજજુની નાસિકથી ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ માટે હથિયાર અને મોટર સાયકલ વ્યવસ્થા સજજુ દ્વારા કરવામાં આવી હતી. જેના થકી આસારામના સાધકોએ લાંબો સમય સુધી આરાજકતા ફેલાવી હતી. એક સાધક પર ફાયરિંગ પણ કર્યું હતું. 

પોલીસ ગિરફતમાં આવેલા સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો. પરંતુ ફરાર થઈને પણ આશારામના અલગ અલગ આશ્રમમાં છુપાઈ રહી રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચને માહીતી મળી હતી કે, નાસિકના આશ્રમમાં રોકાયો છે. જેનાં આધારે વોચ ગોઠવી સંજયને પકડી લેવામા આવ્યો હતો. આ ગુનામા આગાઉ કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરવામાં આવી હતી.


(ઝડપાયેલો આરોપી)

ધટનાની વાત કરીયે તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી બે બાળકોના ગુમ થયાં બાદ મોત મામલે ડી.કે. ત્રિવેદી પંચ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા ગયો હતો. મીડિયામાં આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપી રહ્યાં હતાં. આ મામલે અદાવત રાખી સંજય અને કાર્તિકે રેકી કરી સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં મોટર સાયકલ અને હથિયાર વ્યવસ્થા સંજયે કરી છે. સાથે જ ફાયરીંગ કર્યું હતુ.

ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારાના અલગ અલગ આશ્રમ નાસિક, ધુલિયા, ભોપાલ, માલેગાવ અને સુરત રહી આશ્રમ સંચાલન કરતો હતો. જો કે છેલ્લાં ધણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરતો હતી. તપાસમાં જોધપુર જેલમાં આશારામ સાથે મુલાકાત જતો હોવાનું સામે આવ્યુ છે. પણ છેલ્લાં બે વર્ષ મળ્યા નથી. ત્યારે આ કેસમાં અન્ય એક આરોપી પઁકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news