સુરત: ગુજરાતમાં પહેલીવાર કોરોના પોઝિટિવ દર્દીને ECMO સારવાર દ્વારા બચાવાયો
Trending Photos
સુરત : હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. તમામ વૈજ્ઞાનિકો અને ડોકટર્સ કોરોનાને નાથવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. જો કે કોરોનાનાં લક્ષણો અંગે પણ કેટલીક અવઢવ જોવા મળી રહી છે. કેટલાક દર્દીઓ ખુબ જ ઝડપથી રિકવર થઇ રહ્યા છે તો કેટલાક દર્દીઓ કોઇ પણ પ્રકારે રિકવર થતા નથી. તેવામાં સુરતનાં બે તબીબ દ્વારા ECMO સારવાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર દર્દીને સારવાર આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફેફસામાં તકલીફ વધારે હતી
ડૉ હરેશ વસ્તાપરા અને ડૉ. દિપક વિરડીયા દ્વારા લાંબા સમયથી વેન્ટિલેટર પર રહેલા દર્દીને ECMO સારવાર આપીને રિકવર કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. ડોક્ટર્સનાં અનુસાર લાંબા સમયથી દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે તેની તકલીફ દિવસેને દિવસે વધી રહી હતી. જેથી તેના ફેફસાને વધારે સક્રિય કરવા માટે કૃત્રિમ રીતે ફેફસાને સક્રિય કરવા માટે 24 જુને રાત્રે 2 વાગ્યે ઇસીએમઓ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.
ભારતમાં 6 દર્દીઓને જ આ સારવાર આપવામાં આવી
ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી માત્ર 6 દર્દીઓને જ આ સારવાર આપવામાં આવી છે. જેમાં ગુજરાતનો આ પ્રથમ દર્દીને સારવાર આપવામાં આવી છે. વેન્ટિલેટર સહિતની તમામ સારવાર છતા પણ દર્દી રિકરવર નહી થતા ઇસીએમઓ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. જે સફળ રહી હોવાનું જણાવ્યું હતું. આ સારવાર દર્દીઓ માટે આશાનું કિરણ હોવાનું હાલ લાગી રહ્યું છે.
આ રીતે થાય છે ECMO સારવાર
ઇસીએમઓ મશીન દ્વારા થતી ટ્રીટમેન્ટમાં જ્યારે દર્દીના ફેફસા કે હૃદય કાર્યક્ષમતા ગુમાવે ત્યારે કૃત્રિમ રીતે તેને કાર્યરત કરવામાં અને ફરીથી રિકવર કરવા માટે આ પદ્ધતીનો ઉપયોગ કરવામાં આવે છે. આ સારવાર દ્વારા હૃદય અને ફેફસા ફરી એકવાર ન માત્ર સક્રિય પરંતુ રિકવર પણ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે