સુરતમાં પતિ-પત્ની ઓર વોનો કિસ્સો; પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી પતિએ આ રીતે જીવન ટૂંકાવ્યું!

સુરત શહેરના લીંબાયતમાં રહેતો અલ્લા રખા નામના યુવકે ગત તારીખ 8 જાન્યુઆરીના રોજ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અલ્લારખાને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો.

સુરતમાં પતિ-પત્ની ઓર વોનો કિસ્સો; પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી પતિએ આ રીતે જીવન ટૂંકાવ્યું!

પ્રશાંત ઢીવરે/સુરત: લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીના ત્રાસથી આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક સમયથી પત્ની અને પત્નીનો પ્રેમી યુવકને માનસિક ત્રાસ આપતા હતા. જેથી યુવકે કંટાળી એસિડ ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત શહેરના લીંબાયતમાં રહેતો અલ્લા રખા નામના યુવકે ગત તારીખ 8 જાન્યુઆરીના રોજ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અલ્લારખાને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. અલ્લારખાના પરિવારે આક્ષેપો કર્યા છે કે અલ્લારખાની પત્નીના કમરુ સૈયદ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. 

આ વાતને લઈને અલ્લારખા તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. પત્ની અને પત્નીનો પ્રેમી અલ્લારખાને વારે ઘડીએ માનસિક ત્રાસ આપતા રહેતા હતા. તેમજ અલ્લારખાની પત્ની પૈસાની પણ માંગ કરતી હતી. જેથી અલ્લારખા સતત તનાવમાં રહેતો હતો. આખરે પત્નીના ત્રાસથી પતિએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો છે.

સમગ્ર ઘટનાને લઈને લિંબાયત પોલીસ મથકમાં મરજનાર અલ્લાહરખા પરિવારે અલ્લારખાની પત્ની અને તેના પ્રેમી કમરુ સૈયદ વિરુદ્ધ દુષ્પ્રેરનની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈ બંને આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news