સુરત: કેમિકલ ભરેલું ટેન્કર ટ્રેલર પાછળ અથડાતા ડ્રાઇવરનું કેબિનમાં જ સળગીને ભડથું

કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જીવન જરૂરી વસ્તુઓ અને કેટલાક ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ પ્રકારનાં ટ્રાન્સપોર્ટેશનને છુટ આપવામાં આવી છે. સુરત શહેરનાં હજીરા રોડ પર પસાર થઇ રહેલા બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકની કેબિન અકસ્માતમાં સળગી ઉઠતા ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે જ તે કેબિનમાં ભડથું થઇ ગયો હતો.
સુરત: કેમિકલ ભરેલું ટેન્કર ટ્રેલર પાછળ અથડાતા ડ્રાઇવરનું કેબિનમાં જ સળગીને ભડથું

સુરત : કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જીવન જરૂરી વસ્તુઓ અને કેટલાક ઉદ્યોગોને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ પ્રકારનાં ટ્રાન્સપોર્ટેશનને છુટ આપવામાં આવી છે. સુરત શહેરનાં હજીરા રોડ પર પસાર થઇ રહેલા બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકની કેબિન અકસ્માતમાં સળગી ઉઠતા ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે જ તે કેબિનમાં ભડથું થઇ ગયો હતો.

કેમિકલ ટેન્કર અને ટ્રેલરનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું હતું. સમગ્ર રોડ પર ધુમાડા ફેલાઇ ગયા હતા. સમગ્ર રસ્તા પર આગના કારણે રસ્તો બંધ કરાવવો પડ્યો હતો. જો કે અકસ્માતનાં કારણે ડ્રાયવરનું મોત નિપજતા એક પરિવાર નોંધારો બન્યો હતો. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર ટેન્કરમાં ઉદ્યોગ માટેનું કેમિકલ ભરવામાં આવ્યું હતું. તે ભરૂચથી નિકળીને હજીરા જઇ રહ્યું હતું. પોલીસે ઘટનાની જાણ થાત ફાયર વિભાગ પણ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news