જમીન માપણી અંગે ZEE 24 કલાકની મુહિમ લાવી રંગ, માપણીમાં ચૂક હોવાનો સરકારનો એકરાર

નદી, નાળા, ગોચર, પડતર વગેરે જમીનોની નવેસરથી માપણી કરવાની સરકારે ટેન્ડર પ્રક્રિયા કરી 9 કંપનીને સર્વેની કામગીરી સોંપી હતી.

 જમીન માપણી અંગે ZEE 24 કલાકની મુહિમ લાવી રંગ, માપણીમાં ચૂક હોવાનો સરકારનો એકરાર

ગાંધીનગરઃ ફરી એકવાર ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી છે. સરકારે કરેલા ડિઝિટલ જમીન માપણી અંગે ઝી 24 કલાકે ચલાવેલા મહા અભિયાનની અસર પડી છે. રાજ્ય સરકાર આ અંગે જાગી છે. માપણીની મોકાણ પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે માપણી માટે 9 એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે અને જો તે યોગ્ય કામ નહીં કરે તો તેમનું પેમેન્ટ રોકી રાખવામાં આવશે. જ્યારે ડિજિટલ માપણીથી ખેડૂતો અને સરકારને એક મોટો રેકોર્ડ મળશે. જેમાં બધી મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે તેમના દ્વારા આવેલી ફરિયાદોને ધ્યાને રાખીને જ્યાં પણ મુશ્કેલી આવી છે ત્યાં ફરી માપણી કરવામાં આવશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દાઓ

  • નદી, નાળા, ગોચર, પડતર વગેરે જમીનોની નવેસરથી માપણી કરવાની સરકારે ટેન્ડર પ્રક્રિયા કરી 9 કંપનીને સર્વેની કામગીરી સોંપી હતી.
  • રાજ્યના 18034 ગામમાં 1કરોડ 70 લાખ કિલોમીટર જમીનની માપણી કરાઈ.
  • જ્યાં કોઈ નાની મોટી ટેક્નિકલ ભૂલો હોય તેની પણ નોંધ લેવાઈ છે.
  • ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી પ્રોમોકેશનની કાર્યવાહી પણ કરાઈ છે.
  • કેબિનેટની બેઠકમાં પણ આ કામનો રિવ્યૂ કરવામાં આવ્યો છે.
  • 4 મંત્રીની કમિટી બનાવવામાં આવી હતી. 
  • આજે આ કમિટીની પ્રથમ બેઠક યોજાઇ.
  • કામ આપવાની શરતો, સહિતની વિગતો અને અહેવાલ મેળવ્યા છે.
  • હજુ અધિકારીઓ પાસે વધુ વિગતો મંગાવી છે. જે ની આવતી બેઠકમાં સમીક્ષા થશે.
  • ડિટેલ અભ્યાસ બાદ તારણ કાઢી કેબિનેટમાં મુખ્યમંત્રી સામે રજૂ કરવામાં આવશે.
  • પ્રથમ તબક્કે ખેડૂતોની માંગણીઓ જોઈ તેમના વાંધા જોવાશે
  • .જે ફરિયાદ આવશે તેનું વહેલી તકે નિરાકરણ લવાશે. 
  • પ્રમોગેશનની કાર્યવાહી બાદ પણ કોઈ ખેડૂતની ફરિયાદ હશે તેનું પણ નિરાકરણ લાવવામાં આવશે.
  • મહેસુલ વિભાગનું મોટાભાગેનું કામ પૂર્ણ થઈ ગયું છે
  • .ખેડૂતોના ભાઈઓના ભાગોની જમીનના પ્રશ્નો (માપણી કરાવી ખેતી કરતા હોય રેકોર્ડ પર ના હોય ફક્ત 1 જ હોય) એ મોટા પ્રમાણમાં ના થતા પ્રશ્નો ઉદ્દભવ્યા છે.
  • જેમાં થોડી સરકારી કે ગોચરની પડી રહેલી જમીન પણ ખેડૂતો પોતાની સમજ તા હોય એવી જમીનની ચોખવટ કરાશે.
  • જે તાલુકામાં મોટા પ્રશ્નો છે. જેમની જમીન ના મળતી હોય તેવા પ્રશ્નોનું આ 4 મંત્રીની કમિટી ફોલોપ લેશે.
  • જે સરકારી જમીન પર દબાણ હતું તે પણ હવે ક્લિયર થયું છે. છતાં સર્વેયરની માપણીથી ચોક્કસ થશે.
  • સેટેલાઇટ પદ્ધતિથી કોમ્યુટર દ્વારા માપણી કરી ખૂટ મારી  ખેતરોની જમીન માપણી કરવામાં આવી છે.
  • એક એક તબક્કાવાર જમીનનો સર્વે કરવામાં આવશે. હાલ રિસર્વેની પ્રક્રિયા ચાલુ છે.
  • હાલ જુના નકશા અને નવા નકશાને મેળવીને નક્કી કરવા માં આવું રહ્યું છે.
  • વર્ષ 2012થી 2014 માં ખૂબ રજૂઆતો આવી હતી.
  • જૂના અને નવા રેકોર્ડની મેળવણી કરી નક્કી કરવામાં આવી રહ્યું છે.
  • ભૂતકાળમાં સરકારી જમીનની પણ કોઈ માપણી કરાઈ નથી.
  • આ નવા સર્વેથી સરકારી અને ખરાબાની જમીનની પણ નોંધણી થશે.
  • જો કોઈ એ પોતાની કામગીરી યોગ્ય રીતે નહીં કરી હોય તેમના પેમેન્ટ રોકવામાં આવશે. હાલ કોઈ કોન્ટ્રાકટરને પેમેન્ટ ચુકવ્યું નથી.
  • અત્યાર સુધીમાં 9 કંપનીઓને સર્વેનું કામ આપેલું જે 265 કરોડનું છે. 
  • જે ખેડૂતોને વધુ નુકશાન થયું છે તેમને રૂબરૂ મળવા બોલાવી તેમના પ્રશ્નો ઉકેલવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news