ધનસુરામાં ફ્લેટના ત્રીજે માળથી બાળક પટકાયો નીચે, સીસીટીવીમાં દ્રશ્યો કેદ

મોડાસા પાસે આવેલા ધનસુરામાં બે વર્ષનું બાળક ત્રીજા મળેથી નીચે પટકાયું હતું. આ બાળક ફ્લેટમાં આવેલી સીડીના વચ્ચે આવેલા ખાચામાંથી સીધુ નીચે પડ્યું હતું.  

ધનસુરામાં ફ્લેટના ત્રીજે માળથી બાળક પટકાયો નીચે, સીસીટીવીમાં દ્રશ્યો કેદ

સમીર બલોચ/મોડાસા: મોડાસા પાસે આવેલા ધનસુરામાં બે વર્ષનું બાળક ત્રીજા મળેથી નીચે પટકાયું હતું. આ બાળક ફ્લેટમાં આવેલી સીડીના વચ્ચે આવેલા ખાચામાંથી સીધુ નીચે પડ્યું હતું. ત્રીજા માળેથી સીટ પરથી નીચે પટકાતા બાળકનો આબાદ બચાવ થયો છે. જ્યારે આ ઘટના બુધવારે બની હતી જે ફ્લેટમાં આવેલા સીસીટીવીમાં કેદ થયા છે. જે જોતા લાગે છે, કે બાળક સીડીઓના ખાચામાંથી સીધો નીચે પટકાયો હતો. ત્યારે મહત્વુનું છે, કે આ બાળક સાયકલની સીટ પર પટકાતા તેનો આબાદ બચાવ થયો હતો. માત્ર 2 વર્ષની ઉંમરનો નમ્ર પટેલને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા નજીકની હોસ્પિટલમાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news