AHMEDABAD માં ચકચારી ફાર્મ હાઉસ હત્યાકાંડમાં આવ્યો ચોંકાવનારો વળાંક
ગાંધીનગરના સરગાસણમાં ચકચારી હત્યાકેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. કોંગ્રેસ અગ્રણી પ્રવીણ માણીયાના હત્યાકેસમાં આરોપી જયદીપ ઉર્ફે જયેન્દ્ર ગોહિલ અને તરુણઝાલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય છે ? અને હત્યા અંગેનું ચોક્કસ કારણ શું બહાર આવે છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ગાંધીનગરના સરગાસણમાં ચકચારી હત્યાકેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. કોંગ્રેસ અગ્રણી પ્રવીણ માણીયાના હત્યાકેસમાં આરોપી જયદીપ ઉર્ફે જયેન્દ્ર ગોહિલ અને તરુણઝાલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય છે ? અને હત્યા અંગેનું ચોક્કસ કારણ શું બહાર આવે છે.
ગાંધીનગરના સરગાસણમાં રહેતા કોંગ્રેસઅગ્રણી પ્રવીણ માણીયાની ગત 17 સપ્ટેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. જોકે આ હત્યા દારૂની મહેફિલમા ઉગ્ર બોલાચાલીને કારણે થઈ કે જમીન બાબતેના વિવાદે થઈ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ મહત્વનું છે કે, ગણતરીના દિવસોમાં ગાંધીનગર એલસીબી અને પોલીસે આરોપી જયદીપ અને તરુણને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓના નામ છે જયદીપસિંહ ગોહિલ અને તરુણ સિંહ ઝાલા. જેમની પર આરોપ છે કે, જયદીપએ દારૂની પાર્ટીમાં મૃતક પ્રવીણ માયાને રિવોલ્વરથી ગોળી મારી હત્યા કરી અને તરુણ ઝાલાએ તલવારથી ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસને અંગેની ચોક્કસ બાતમી મળતા આરોપી જયદીપને લુણાવાડાથી ઝડપી પાડયો હતો. જ્યારે તરુણ અમદાવાદમાંથી જ પકડાયો છે. હાલ આ બંનેની વધુ પૂછપરછ કરતા સામે આવશે કે ખરેખર હત્યા પાછળનું કારણ શું હતું પ્રાથમિક તબક્કે પોલીસે ઘટનાસ્થળનું પંચનામુ કરવા આરોપીઓને સાથે રાખી તપાસ શરૂ કરી હતી.
આમ તો પકડાયેલા બંને આરોપીઓ પૈકી જયદીપસિંહ કન્સ્ટ્રકશન અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે જોડાયેલ છે. તરુણસિંહ જમીન લે વેચનું કામ કરતો. પરંતુ ગત 17 સપ્ટેમ્બરના રોજ દારૂની મહેફિલ બાદ ખેલાયેલા ખૂની ખેલમાં હત્યા પાછળનું ઘુંટાતું રહસ્ય શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે