ગુજરાતના આ સાંસદની કારને નડ્યો મોટો અકસ્માત, અચાનક નીલ ગાય ધડાકાભેર અથડાઈ

Chhotaudepur: છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત નડ્યો છે. રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય કાર સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો.

ગુજરાતના આ સાંસદની કારને નડ્યો મોટો અકસ્માત, અચાનક નીલ ગાય ધડાકાભેર અથડાઈ

ઝી બ્યુરો/છોટાઉદેપુર: છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની કારને એક મોટો અકસ્માત થયો છે, જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. કવાંટથી હલાલ જતા કલારાણી રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય સામે આવી જતા ગીતાબેન રાઠવાની કારને અકસ્માત સર્જાયો હતો. સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રદેશ યુવા મોરચાના ઉપ પ્રમુખ કારમાં સવાર હતા. 

મહત્વનું છે કે, સદનસીબે ચાલક સહિત સાંસદ અને યુવા નેતા મુકેશ રાઠવાનો આબાદ બચાવ થયો છે. ઈનોવા કારના આગળના ભાગે ભારે નુકશાન થયું છે. અકસ્માત બાદ પણ સાંસદ જન સંપર્ક અભિયાન માટે હાલોલ પહોંચ્યા હતા.

કોણ છે ગીતાબેન રાઠવા?
ગીતાબેન વજેસિંગભાઇ રાઠવા અથવા ગીતાબેન રાઠવા, એક ભારતીય રાજકારણી છે અને 17મી લોકસભા માટે છોટા ઉદેપુર મતવિસ્તારમાંથી સંસદના સભ્ય છે. તેણીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે 2019ની ભારતીય સામાન્ય ચૂંટણી જીતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news