ઉદ્યોગપતિને લોકડાઉનમાં એવી ઠોકર વાગી કે, ગાડી બંગ્લા વેચાઇ ગયા હવે કિડની વેચવા કાઢવી પડી
જિલ્લામાં એક વ્યક્તિ પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોતે પોતાની કિડની વેચવા માંગી રહ્યા હોવાથી જે કોઈએ કિડની ખરીદવી હોય તેઓ સંપર્ક કરે તેવી પણ જાહેરાત કરી છે. જોકે થોડા સમય અગાઉ મહિને ચાલીસ હજાર રૂપિયાનો સરકારને ટેક્ષ ભરી અને પોતાનો નાનો વ્યવસાય ચલાવતાં વ્યક્તિ પાસે ઘર અને ગાડી બધું જ હતું. પરંતુ હવે પોતે પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી મજબૂર થયા હોવાનું તેઓ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે.
Trending Photos
નિલેશ જોશી/વાપી : જિલ્લામાં એક વ્યક્તિ પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોતે પોતાની કિડની વેચવા માંગી રહ્યા હોવાથી જે કોઈએ કિડની ખરીદવી હોય તેઓ સંપર્ક કરે તેવી પણ જાહેરાત કરી છે. જોકે થોડા સમય અગાઉ મહિને ચાલીસ હજાર રૂપિયાનો સરકારને ટેક્ષ ભરી અને પોતાનો નાનો વ્યવસાય ચલાવતાં વ્યક્તિ પાસે ઘર અને ગાડી બધું જ હતું. પરંતુ હવે પોતે પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી મજબૂર થયા હોવાનું તેઓ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે.
આકાશ ગુપ્તા નામના એક વ્યક્તિ વાપીના મોરારજી સર્કલ પર પોતાના પરિવાર સાથે રહે છે, પરંતુ હવે તેઓ પોતાની કિડની વેચવા મજબૂત થયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં તેઓએ જણાવ્યું છે કે, કિડની વેચી અને તે પોતાના પર થયે થયેલું દેવું ચૂકવવા માંગે છે. ફરી વખત પોતાનો નાનકડો વ્યવસાય શરૂ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માગે છે. જો કે એક સમયે મહિને 40 હજાર રૂપિયાનો સરકારને ટેક્સ ચૂકવતા આકાશ ગુપ્તા કાપડની થેલી બનાવવાનું નાનું યુનિટ ચલાવતા હતા. પૈસે ટકે પણ સુખી હતા. તેમની પાસે ગાડી ફ્લેટ અને નાનકડો સુખી પરિવાર પણ હતો. પરિવારમાં પાંચ સભ્યો છે. બે દીકરા એક દીકરી અને પત્ની સાથે તેઓ બે વર્ષ અગાઉ ખુશ ખુશાલ જીંદગી જીવતા હતા.
(પોતાની કિડની વેચવા કાઢનાર ઉદ્યમી તથા તેનો પુત્ર)
જો કે કોરોના કાળમાં લાંબા સમય સુધી બે વર્ષ આવેલા લોક ડાઉન ને કારણે આકાશ ગુપ્તાનો ધંધો અને આજીવિકા પડી ભાંગી. lockdown માં ધંધો ઠપ થતાં ધંધો ચાલુ કરવા માટે લીધેલી લોન, ઘરની લોન અને ઘર ખર્ચ કાઢવા માટે તેઓને માટે મુશ્કેલ થઈ રહ્યું છે. બે વર્ષમાં કારોનાને કારણે એવી થપાટ વાગી કે, તેઓએ પોતાના પાસે રહેલો પોતાનો ફ્લેટ ગાડી અને અન્ય મોજશોખના સાધનો વેચવા પડ્યા હતા. હાલમાં તો એવી દયનીય સ્થિતિમાં છે કે, તેઓએ પોતાના પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. આથી તમામ બાજુથી દેવામાં ડુબેલા અને માનસિક તણાવમાં રહેતા હોવાથી મજબૂરી વશ તેઓએ પોતાની કિડની વેચવાની તૈયારી દર્શાવી છે. આ બાબતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી અને તેઓ કિડની વેચવા માંગે છે તેવું જણાવ્યું હતું. કિડની વેચી તેઓ ફરી એક વખત પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. ઉપરાંત દેવું ચૂકવી અને પોતાના પરિવારને ફરી એક વખત હસી ખુશી રાખવા માંગે છે.
આકાશ ગુપ્તા બે વર્ષ અગાઉ સરકારને 40 હજારનો મહિને ટેક્સ ચૂકવતા હતા. સારી આવક પણ હતી. પરંતુ પરિસ્થિતિ પલટાઈ આકાશ ગુપ્તાની જેમ કોરોના કાળમાં અનેક લોકોના સપના ચકનાચૂર થયા છે અને પરિસ્થિતિ દયનીય બની છે. તેવી રીતે આકાશ ગુપ્તા અને તેમના પરિવારે પણ આવા માઠા દિવસો જોવાનો વારો આવ્યો છે. પોતાના પિતાએ કિડની વેચવાની તૈયારી કરી હોવાથી અને આ બાબતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હોવાનું જાણતાં જ ધોરણ-૧૦માં અભ્યાસ કરતા તેમના પુત્રએ પરિવારને મદદરૂપ થવા અને શારીરિક અને માનસિક રીતે દયનીય સ્થિતિમાં મુકાયેલા પોતાના પરિવાર અને પોતાના પિતાને મદદરૂપ થવા માટે ધોરણ 10ની પરીક્ષા પૂરી કર્યા બાદ તાત્કાલિક એક લારી પર રૂપિયા 4000 ના માસિક પગારથી નોકરી શરૂ કરી છે. પરિવારને મદદરૂપ થવાના પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેની નાનકડી આવક પણ પરિવારમાં મદદરૂપ થઈ શકે અને તેના પિતાએ કિડની વેચવાનો વારો ન આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે