અમદાવાદ: થોડા દિવસ આગ લાગેલી ચિલ્ડ્રન હોસ્પિટલને તંત્રએ BU પરમિશન રદ્દ કરી

સુરતની ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા તંત્ર પણ સફાળુ જાગ્યું છે અને હવે તમામ જગ્યાએ કાર્યવાહી શરુ કરી છે. એકતરફ ટ્યુશન કલાસીસ સંચાલકો પર તવાઇની સાથે 15 દિવસ પહેલા લાગેલી આગને લઇને પગલાં ભર્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા પરિમલ ચાર રસ્તા પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગત 12 માર્ચે આગ લાગી હતી. 

અમદાવાદ: થોડા દિવસ આગ લાગેલી ચિલ્ડ્રન હોસ્પિટલને તંત્રએ BU પરમિશન રદ્દ કરી

બ્રિજેશ દોશી/અમદાવાદ: સુરતની ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા તંત્ર પણ સફાળુ જાગ્યું છે અને હવે તમામ જગ્યાએ કાર્યવાહી શરુ કરી છે. એકતરફ ટ્યુશન કલાસીસ સંચાલકો પર તવાઇની સાથે 15 દિવસ પહેલા લાગેલી આગને લઇને પગલાં ભર્યા છે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા પરિમલ ચાર રસ્તા પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગત 12 માર્ચે આગ લાગી હતી. 

નવજાત શિશુઓને ખસેડવા પડ્યા હતા ત્યારે આ હોસ્પિટલે ગેરકાયદે રીતે કેન્ટીન શરુ કરી હતી. જે બિલ્ડીંગના ટોપ ફ્લોર પર હતી જેના કારણે આગ લાગી હતી અને 12થી વધુ નવજાત શિશુઓને તાત્કાલિક ખસેડવા પડ્યા હતા. જેને લઇને આજે મહાનગરપાલિકા તંત્રએ બીયુ પરમિશન રદ્દ કરી હતી.

ઓફીસને સીલ મારવાની કાર્યવાહી અધિકારીઓનો દાવો છે કે, આગામી 7 દિવસ દરમિયાન હોસ્પિટલે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવું પડશે અને જો નહિ કરે તો કાયમી પરમિશન રદ્દ થઇ શકે છે. અત્યારે 7 દિવસ સુધી દર્દીઓને પ્રવેશ આપવામાં નહિ આવે અને જે છે તેમને ખસેડવામાં આવશે. તંત્રની આ કાર્યવાહીથી અન્ય હોસ્પિટલો અને સંચાલકો પર પણ અસર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news