ભરૂચમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો, પરિવારનો આક્રંદ

: શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ગઇ કાલે 6 વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી. ગુમ થયેલી બાળકીને શોધવા માટે પોલીસની અનેક ટીમો કામે લાગી હતી. જો કે આખરે આ બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહને કબજો લઇ પીએમ અર્થે ખસેડ્યો છે અને આ અંગે વધારે તપાસ આદરી છે. 
ભરૂચમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો, પરિવારનો આક્રંદ

ભરૂચ :: શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં ગઇ કાલે 6 વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી. ગુમ થયેલી બાળકીને શોધવા માટે પોલીસની અનેક ટીમો કામે લાગી હતી. જો કે આખરે આ બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહને કબજો લઇ પીએમ અર્થે ખસેડ્યો છે અને આ અંગે વધારે તપાસ આદરી છે. 

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કુલ નજીકની 6 વર્ષીય બાળકી ગુમ થતા તેની શોધખોળ આરંભી છે. દરમિયાન રંગ હાઇટ્સ સોસાયટીનાં બોરવેલમાંથી 6 વર્ષીય અનુશ્રી અપૂર્ણ વિશ્વાસ ખુલ્લા બોરવેલમાં ખાબકી ડુબી જવાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેના લઇને સોસાયટીનાં રહીશોએ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરીને તેઓને જાણ કરી હતી. 

બોરવેલમાં 6 વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કાડીને તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરનાં તબીબોને મૃત જાહેર કરી હતી. જેના કારણે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધારે તપાસ આરંભી છે. જો કે રમત રમી રહેલી 6 વર્ષીય બાળકીનું મોત થતા પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી. જો કે બોરવેલ ખોદવામાં આવ્યો તે ગ્રામ પંચાયત દ્વારા ખોદવામાં આવ્યો કે બિલ્ડર દ્વારા તે તપાસનો વિષય છે. આ અંગે લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધારે તપાસ આરંભી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news