આણંદ કલેક્ટર વીડિયો ક્લિપ કાંડમાં સૌથી મોટો ખુલાસો; જમીનની ફાઈલો ક્લિયર કરવા કર્યું સ્ટીંગ ઓપરેશન

જમીનના કેસની ફાઈલો ક્લિયર કરવા માટે આણંદના કલેક્ટરનું સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. જેમાં મુખ્ય ચેમ્બર્સ અને એન્ટી ચેમ્બર્સમાં સ્પાય કેમેરા ગોઠવાયા હતા.

આણંદ કલેક્ટર વીડિયો ક્લિપ કાંડમાં સૌથી મોટો ખુલાસો; જમીનની ફાઈલો ક્લિયર કરવા કર્યું સ્ટીંગ ઓપરેશન

ઝી બ્યુરો/આણંદ: આણંદના કલેક્ટર વીડિયો ક્લિપ કાંડમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત એટીએસે સસ્પેન્ડેડ કલેક્ટર આનંદ ગઢવીને ફસાવવાના મામલામાં મહિલા એડીએમ કેતકી વ્યાસ ( જીએએસ), એક નાયબ મામલતદાર અને એક હરેશ ચાવડા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. કેબિનમાં સ્પાય કેમેરા લગાવીને કલેક્ટરને ઘરભેગા કરવાના આ કેસમાં હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. 

જમીનના કેસની ફાઈલો ક્લિયર કરવા માટે આણંદના કલેક્ટરનું સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. જેમાં મુખ્ય ચેમ્બર્સ અને એન્ટી ચેમ્બર્સમાં સ્પાય કેમેરા ગોઠવાયા હતા. આ ઘટનામાં ADM કેતકી વ્યાસ, જેડી પટેલ અને હરેશ ચાવડાની સંડોવણી ખૂલી છે. જ્યારે જયેશ પટેલ અને હરેશ ચાવડાએ રૂમમાં કેમેરા ગોઠવ્યા હોવાનો ખુલાસો થયો છે. તેના માટે જયેશ પટેલે ઓનલાઈન 3 સ્પાય કેમેરા મગાવ્યા હતા. જ્યારે હરેશ ચાવડાએ હનીટ્રેપ માટે મહિલાની ગોઠવણ કરી હતી. ત્યારબાદ કલેક્ટરને ફસાવવા માટે મહિલાને અલગ અલગ દિવસે કલેક્ટર ચેમ્બરમાં મોકલી હતી અને સમગ્ર ઘટનાને અંજામ અપાઈને વીડિયો શૂટ કર્યો હતો. મોકલેલી મહિલા ઉપરાંત અન્ય મહિલા સાથેના વિડિઓ પર કેદ થયા હતા. ત્યારબાદ મહિલા દ્વારા કલેક્ટરને રેપ કેસમાં ફસાવાની ધમકી અપાઈ હતી. કલેકટરને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી કેટલીક ફાઈલો ક્લિયર કરાવવા માંગ કરી હતી. પરંતુ કલેકટર તાબે નહિ થતા વીડિયોની પેનડ્રાઇવ મીડિયામાં મોકલી વાયરલ કરાવી હતી. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદ જીલ્લાના તત્કાલીન કલેકટર ડી.એસ.ગઢવી નાઓના વાયરલ થયેલ બિભત્સ વીડિયો બાબતે અહેવાલો મિડીયામાં પ્રસારિત થયા હતા. જે અનુસંધાને સરકારી કચેરીમાં સ્પાય કેમેરા લગાવી વિડીયો લીધેલ હોવાથી ગંભીરતા ધ્યાને લઇ એક ગુપ્ત ઇન્કવાયરી એ.ટી.એસ.ને સોંપવામાં આવેલ હતી, જે ઇન્કવાયરીના કામે ટેકનીકલ એનાલીસીસ તેમજ લીધેલા નિવેદનોના અંતે પોલીસ ઇન્સપેટકર જે.પી.રોજીયા દ્વારા તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકીબેન વ્યાસ, તત્કાલીન ચીટનીશ ટુ કલેકટર જયેશ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશભાઇ ચાવડા દ્દારા આ સમગ્ર કાંડ કરવામાં આવેલ હોવાનુ ફલીત થતા તેઓના વિરૂધ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.2.નં. ૧૧૨૧૫૦૦૨૨૩૧૧૪૬/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૮૯, ૧૨૦(બી), ૩૫૪(સી) તથા આઇ.ટી. એકટની કલમ ૬૭(એ),૬૬(ઇ) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.

કાવતરાના ભાગરૂપે કેતકીબેન વ્યાસ તથા જયેશ પટેલ કલેકટરની ઓફીસમાં ગુપ્ત કેમેરા ગોઠવીને કોઇ છોકરીને મોકલીને તેઓને પ્રેમજાળમાં ફસાવી વિડીયો રેકોર્ડ કરી, વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જમીનના કેસોની ફાઇલો કલીયર કરાવી મળતી રકમને સરખે ભાગે વહેંચી લેવા માટે આયોજન કરેલ. જેના ભાગરૂપે જયેશ પટેલ પોતાના મિત્ર હરીશભાઇ ચાવડા મારફતે ત્રણ સ્પાય કેમેરા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી ઓનલાઇન મંગાવેલા અને ડિજીટલ પેમેન્ટના માધ્યમથી ખરીદ કરેલ. 

તેમજ જયેશ પટેલ તથા હરીશ ચાવડા દ્વારા એક મહીલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના માધ્યમથી હની ટ્રેપ કરવાનુ ષડયંત્ર રચી તેના ભાગરૂપે અલગ અલગ દિવસે મહીલાને મોકલીને તત્કાલીન કલેકટરશ્રીની ઓફીસમાં તથા એન્ટી ચેમ્બરમાં કેમેરા લગાવી રેકોર્ડીંગ કરેલા. જે મહીલા સાથે તત્કાલીન કલેકટરશ્રી તથા મહીલા સાથે થયેલ ચેટના સ્ક્રીનશોટ મેળવેલા હતા. 

કેમેરામાં મોકલેલી મહીલાની સાથે સાથે બીજી મહીલા સાથેના વિડીયો પણ સ્પાય કેમેરામાં રેકોર્ડીંગ થઇ હતી. જે બાબતે તત્કાલીન કલેકટરને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આર્થીક લાભ મેળવવા માટે કેટલીક ફાઇલો કલીયર કરવા જણાવેલ હતુ. તેમજ આરોપીઓ દ્વારા જે મહીલા મોકલવામાં આવેલ હતી તેના દ્વારા રૅપની ફરીયાદ કરાવવાની આપેલ અને પરંતુ તત્કાલીન કલેકટર તાબે ના થતા આ વિડીયો મિડીયામાં પેનડ્રાઇવ મોકલીને વાયરલ કરી દીધેલ હતા. આ ગુનાની તપાસ આણંદ એલ.સી.બી. ને સોંપવામાં આવેલ છે.

જાણો શું હતો સમગ્ર કેસ?
આણંદમાં કલેક્ટર લેવલના અધિકારીનો એક મહિલા સાથે છાનગપતિયાં કરવાનો વીડિયો હવે ગળાનો ગાળિયો બની ગયો હતો. કલેક્ટર ગઢવી આ વીડિયોમાં મહિલા કર્મી સાથે વાંધાજનક અવસ્થામાં જોવા મળ્યા હતા. જાન્યુઆરીમાં ઉતારાયેલો આ વીડિયો સરકાર સુધી પહોંચ્યા બાદ આ કેસમાં તપાસ કમિટીની રચના કરી હતી. હવે એક મહિલા સાથે રંગરેલિયાંમાં આઈએેએસ ગઢવીને કલેક્ટરની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા હતા. 

કલેક્ટર ગઢવી સહ કર્મચારી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવો વીડિયો 10 જાન્યુઆરીએ શૂટ થયો હતો. 3.30 મીનિટના આ વીડિયોમાં કલેક્ટર એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે છાનગપતિયા કરે છે. આ વીડિયો હવે વાયરલ થયો છે. આ વાંધાજનક વીડિયોને લઈને હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારે સીધો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ પણ પ્રકારે સરકાર બદનામ થાય એવી કોઈ પણ હરકત ચલાવી લેવામાં નહીં આવે. 

આક્ષેપોની તપાસ માટે સરકારે  આ મામલે કમિટી રચી છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ કલેક્ટરને બદનામ કરવા માટે રચાયેલા આ ખેલમાં પ્રમોટી આઈએએસે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. કલેક્ટર આ મામલે વીડિયો અંગે અજાણ હોવાનું જણાવી તપાસમાં સહકાર આપવાની વાત કરી રહ્યાં છે પણ જાન્યુઆરીથી વિવાદીત આ વીડિયો આખા ગુજરાતમાં ફરી રહ્યો છે અને કલેક્ટર અજાણ બની રહ્યાં છે અને હવે એ પૂર્વ બની જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news