Gujarat માટે સૌથી મોટી ગૌરવની વાત: ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ
ગુજરાત માટે ફરી એકવાર ગર્વ થાય તેવા સમાચાર આવ્યા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ધોળાવીરા હેરિટેજ સાઇટને પણ સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકારીક રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનેસ્કો દ્વારા અગાઉ દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું હતું.
Trending Photos
ગાંધીનગર : ગુજરાત માટે ફરી એકવાર ગર્વ થાય તેવા સમાચાર આવ્યા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ધોળાવીરા હેરિટેજ સાઇટને પણ સ્થાન આપ્યું છે. આ અંગે યુનેસ્કો દ્વારા અધિકારીક રીતે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. આ ટ્વીટને મુખ્યમંત્રી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનેસ્કો દ્વારા અગાઉ દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું હતું.
#BREAKING : ગુજરાત માટે ગૌરવની વાત, @UNESCO એ ધોળાવીરાની #WorldHeritage લિસ્ટમાં કરી પસંદગી... #Gujarat @GujaratTourism @vijayrupanibjp @CMOGuj pic.twitter.com/kT0Ey9Xmhi
— Zee 24 Kalak (@Zee24Kalak) July 27, 2021
આ ઉપરાંત અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત છે. અત્રે નોંધનીય છે કે, ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક માનવામાં આવે છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી છે. આ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલી સાઇટ છે. આ ઉપરાંત આ સમગ્ર સાઇટ 250 હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે