રામનો અયોધ્યા પરત ફરવાના પ્રસંગને મ્યૂરલ આર્ટમાં કંડાર્યો, 39 વિદ્યાર્થીઓની 2 દિવસ અથાગ પરિશ્રમ

વીર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરી ભગવાન રામ લક્ષ્મણ અને સીતા માતાના વનવાસથી અયોધ્યા પરત ફરવાના પ્રસંગની કૃતિ તૈયાર કરવામાં આવી છે.

રામનો અયોધ્યા પરત ફરવાના પ્રસંગને મ્યૂરલ આર્ટમાં કંડાર્યો, 39 વિદ્યાર્થીઓની 2 દિવસ અથાગ પરિશ્રમ

ઝી બ્યુરો/સુરત: સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભારે ઉત્સાહ છે. ત્યારે વીર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરી ભગવાન રામ લક્ષ્મણ અને સીતા માતાના વનવાસથી અયોધ્યા પરત ફરવાના પ્રસંગની કૃતિ તૈયાર કરવામાં આવી છે. આ કૃતિ દ્વારા પ્રાકૃતિક પથ્થર રંગ લાકડાના વેહરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. 

ઇન્ટિરિયર ડિઝાઈન વિભાગ દ્વારા પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરી ને સુંદર ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાના અયોધ્યા આગમનને લઈ સુંદર કલાક્રુતિ તૈયાર કરવામાં આવી છે.આ કલાક્રુતિ વિદ્યાર્થીઓએ રામાયણ માંથી પ્રેરિત થઈને ભગવાન રામ, લક્ષ્મન, જાનકી, હનુમાનના ચૌદ વર્ષના વનવાસ બાદ પુનઃઅયોધ્યા આગમન દર્શાવે છે. આ પ્રતિકૃતિ “રામ દરબાર” માં તેમની પત્ની જનિકી, આદર્શ સાથી લક્ષ્મણ અને ભગવાન હનુમાનને સંપૂર્ણ ભક્ત તરીકે દર્શાવેલ છે કે જીવન હેતુના સંપૂર્ણ જોડાણ નું પ્રતિનિધિત્વ કરે છે. 

વિદ્યાર્થીઓ દ્વારા આ કૃતિમાં ભગવાન રામચંદ્ર, લક્ષ્મન તેમજ, જાનકીના કમાનને દર્શાવા માટે વિવિધ પ્રાકૃતિક પત્થરોના કણોનું ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં તેઓએ મંડાના અને જેસલમેર પત્થર તેમજ સફેદ માર્બલ નો ઉપયોગ થયો છે. જેનાથી તેમની દિવ્યતાની અનુભૂતિ થઈ રહી છે. ત્યારબાદ તેમના વસ્ત્રો માટે હેન્ડમેડ કાગળ તેમજ જ્યુટ(સૂતળી) ઉપયોગ કરી પ્રભુના દિવ્ય વસ્ત્રોને દર્શાવવામાં આવ્યા છે. આ પથ્થરો અને હાલ જ્યાં પણ મંદિર બનીને તૈયાર થઈ રહ્યા છે, ત્યાંથી દાન સ્વરૂપ મેળવ્યા છે.

No description available.

એટલું જ નહીં આ આર્ટને અમે પેટન પણ કરાવીશું તેમજ પીએમઓમાં જણાવીને અયોધ્યા પણ મોકલવાના છે. પ્રભુના દિવ્ય મુખારવિંદની આભા ને દર્શાવવા માટે સ્કલ્પચર ક્લેનો ઉપયોગ કરી તેમના નેત્રો તેમજ નશીકા અને હસ્તકમલ નું નિર્માણ કરાયું છે. તેમજ હનુમાનજીના શ્રીઅંગને દર્શાવા માટે લાકડાનો વહેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

આ કલાક્રુતિ તેમની ફીલ્ડને અનુરૂપ મટિરિયલ્સ-પ્રાકૃતિક પથ્થરો, કલર, લાકડાનો વ્હેર વગેરેનો ઉપયોગ કર્યો છે. 39 જેટલા વિધ્યાર્થીઑએ 2 દિવસમાં અથાગ પરિશ્રમ બાદ આ કલાકૃતિ દ્વારા તૈયાર કરી છે. આ સંપૂર્ણ રીતે થ્રીડી લુક આપે છે. તેમાં નેચરલ કલર ઉપયોગમાં લીધું છે. ટિસ્યુ પેપરથી કાપડ તૈયાર કરવામાં આવ્યા છે. 16 જેટલા અલગ અલગ પથ્થરનો ઉપયોગ કરીને અમે આ કૃતિ તૈયાર કરાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news