રાજકોટને મિર્ઝાપુર બનાવનાર એઝાઝ અને તેની ટોળકીની ધરપકડ, લોકો ફરિયાદ કરતા પણ ગભરાતા હતા

નાના ગુનેગારોની ટોળકી બનાવીને આપતો હતો મોટા ગુનાઓને અંજામ. આ શખ્સની એવી તો ધાક હતી કે તેની સામે લોકો ફરિયાદ કરતા પણ ડરતા હતા. જો કે પોલીસે આ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધીને તેને જેલ હવાલે કર્યો છે. 

રાજકોટને મિર્ઝાપુર બનાવનાર એઝાઝ અને તેની ટોળકીની ધરપકડ, લોકો ફરિયાદ કરતા પણ ગભરાતા હતા

રક્ષિત પંડ્યા/રાજકોટ : નાના ગુનેગારોની ટોળકી બનાવીને આપતો હતો મોટા ગુનાઓને અંજામ. આ શખ્સની એવી તો ધાક હતી કે તેની સામે લોકો ફરિયાદ કરતા પણ ડરતા હતા. જો કે પોલીસે આ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધીને તેને જેલ હવાલે કર્યો છે. એઝાઝ ઉર્ફે ટકો ઉર્ફે હકુભા ખીયાણી. આ શખ્સ તેની ટોળકીના અન્ય 10 શખ્સો સાથે મળીને ગુનાઓને અંજામ આપતા હોવાની જાણ થતા પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધીને પોલીસે 10 શખ્સોને પકડી પાડ્યા છે. જો કે એજાજ પોલીસ પકડથી બહાર હતો. જે અંગે પોલીસે બાતમીના આધારે એઝાઝની વાંકાનેર બોર્ડર નજીકથી ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

કઇ રીતે આપતો ગુનાઓને અંજામ?
પોલીસના કહેવા પ્રમાણે એઝાઝ ઉર્ફે ટકો અનેક ગુનાઓ કરવાની ટેવવાળો છે. વર્ષ 2012થી આ શખ્સ સામે હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, જુગારધામ અને ગેંગરેપ સહિત 14 ફરિયાદો નોંધાઇ ચૂકી છે. જેમાંથી બે ગુનાઓમાં તેની ધરપકડ બાકી છે જે પોલીસે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે મોડસ ઓપરેન્ડી?
પોલીસના કહેવા પ્રમાણે એઝાઝ નાના ગુનાઓને અંજામ આપતા ગુનેગારોને સાચવતો હતો. તેની મદદથી મોટા ગુનાઓને અંજામ આપતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી નાના ગુનેગારોની મદદથી ખંડણી, જમીન પર ગેરકાયદેસર કબ્જો સહિતના ગુનાઓને અંજામ આપતા હતા. લોકોમાં ભય ફેલાય તે રીતે ધાક જમાવતા હતા. જેના કારણે લોકો ફરિયાદ કરતા પણ ડરતા હતા. 

પોલીસના કહેવા પ્રમાણે એઝાઝ અને તેની ટોળકી સામે ગુનો નોંધાયા બાદ તે ક્યાં ક્યાં સ્થળે ફરાર થયો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગુનાહિત પ્રવૃતિથી કેટલી સંપતિ એકત્ર કરી  છે તેની તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસે પણ લોકોને એઝાઝની દાદાગીરીનો ભોગ બન્યા હોય તો પોલીસને ફરિયાદ આપવા અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news