આનંદો! TET-1 નું 2022-23નું પરિણામ જાહેર, રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર ચેક કરો તમારું પરિણામ

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે.

આનંદો! TET-1 નું 2022-23નું પરિણામ જાહેર, રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર ચેક કરો તમારું પરિણામ

ઝી બ્યુરો/ગાંધીનગર: TET 1ની પરીક્ષાના પરિણામને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. TET-1 નું 2022-23નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. Tet-1નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાયું છે. શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2022-23નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ https://sebexam.org પર જાહેર કરવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે લેવામાં આવતી TET 1 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા 14 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. જેમાં અંદાજે 87,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ સાથે જ TET 1નું વિદ્યાર્થીઓ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી જોઈ શકશે.

 

No description available.

શું છે ટેટ?
ઉલ્લેખનીય છે કે, TET (Teacher Eligibility Test) જેને ગુજરાતીમાં શિક્ષક પાત્રતા કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કસોટી છે જે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવે છે. મતલબ કે જો તમારે સરકારી શાળામાં શિક્ષક બનવું હોય તો તેના માટે તમારે TET પરીક્ષા પાસ કરવી પડશે, તો જ તમે સરકારી શાળામાં શિક્ષક બની શકશો.

TET પરીક્ષા પાસ કર્યા પછી, તમે ધોરણ 1 થી 8 સુધીની કોઈપણ સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અરજી કરી શકો છો. TET પરીક્ષા 2022 દરેક રાજ્યના વ્યવસાયિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ દ્વારા, ઉમેદવારને ધોરણ 1-5 માટે પ્રાથમિક શિક્ષકની નિમણૂક માટે પાત્રતાનું પ્રમાણપત્ર અને ધોરણ 6-8 માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.

શિક્ષણના વિકાસ માટે, સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે TET પરીક્ષાનું આયોજન કર્યું છે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. અને આ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news