SURAT માં રાજધાની નામની ખાનગી બસમાં અચાનક લાગી ભયાનક આગ, 2ના મોત

શહેરમાં જાણે આગની ઘટનાઓ સામાન્ય થતી જાય છે. સુરત શહેરમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગવાની ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ મુદ્દે ભઆરે હોબાળો પણ થયો હતો. જો કે હવે સુરતમાં વધારે એક આગની ઘટના બની હતી. સુરતના હીરાબાગ સર્કલ નજીક ભાવનગર તરફ જઇ રહેલી રાજધાની નામની ખાનગી બસમાં ભયાનક આગ લાગી ગઇ હતી. સુરતના વરાછાના હીરાબાગ સર્કલ નજીક આગમાં એકાએક આગ લાગી ગઇ હતી. 

SURAT માં રાજધાની નામની ખાનગી બસમાં અચાનક લાગી ભયાનક આગ, 2ના મોત

સુરત : શહેરમાં જાણે આગની ઘટનાઓ સામાન્ય થતી જાય છે. સુરત શહેરમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગવાની ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આ મુદ્દે ભઆરે હોબાળો પણ થયો હતો. જો કે હવે સુરતમાં વધારે એક આગની ઘટના બની હતી. સુરતના હીરાબાગ સર્કલ નજીક ભાવનગર તરફ જઇ રહેલી રાજધાની નામની ખાનગી બસમાં ભયાનક આગ લાગી ગઇ હતી. સુરતના વરાછાના હીરાબાગ સર્કલ નજીક આગમાં એકાએક આગ લાગી ગઇ હતી. 

રાજધાની નામની ખાનગી લકઝરી બસમાં આગ લાગી ગઇ હતી. જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, આખી બસ આગના લપેટામાં આવી ગઇ હતી. અંદર બેઠેલા મુસાફરોનું સ્થાનિકો દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું. જો કે આગ એટલી ઝડપી બસમાં ફેલાઇ ગઇ હતી કે લોકોને રેસક્યું કરવામાં પણ મુશ્કેલી પડી હતી. જ્યારે બે ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. 

જો કે હીરાબાગ સર્કલ સુરતનો અતિ વ્યસ્ત વિસ્તાર હોવાનાં કારણે અહીં આગ લાગતા જ ભારે કુતુહલ તો સર્જાયું જ હતું પરંતુ સાથે સાથે ભારે અફડા તફડીનો માહોલ પણ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ રેસક્યું કરવા ઉપરાંત 108 ને પણ ફોન કરીને માહિતી આપી હતી. જ્યારે ફાયર વિભાગને જાણ થતા તે પણ તત્કાલ દોડી આવ્યું હતું. બસમા લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો. બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી પ્રાથમિક રીતે સામે આવીહ તી. જો કે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યાંનું સામે આવ્યું છે. આગની ઘટનાને લઈને હીરાબાગ સહિત આસપાસનાં વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

જો કે સમગ્ર ઘટના અંગે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. આગ લાગવાનું કારણ ઉપરાંત આટલી ઝડપી આગ કઇ રીતે ફેલાઇ ગઇ તે અંગેનું કારણ પણ હજી સુધી સામે આવી શક્યું નથી. ફાયર વિભાગ હાલ તો હજી આ અંગે તપાસ ચલાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news