ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદ
Severe Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી છે. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહીથી આગામી દિવસોમાં વાતાવરણ બદલાય તેવી પૂરી સંભાવના છે.
Trending Photos
Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પડી રહી છે. તો રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી તો અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે. ભર ઉનાળે વાદળો બંધાશે અને વરસાદ આવશે. ગુજરાતમાં આંધી અને તોફાન સાથે વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. 11 તારીખથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.
ક્યા ક્યાં છે વરસાદની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 11થી 13મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્યગુજરાતમાં પણ વરસાદ આવી શકે છે. વરસાદની આગાહી છતાં ગુજરાતને હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આગામી ચાર દિવસ સુધી આવી જ ગરમીનો સામનો કરવો પડશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. જોકે, છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ રહ્યો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયુ હતું. જેથી આ વિસ્તારના લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી હતી. આ જિલ્લામાં વાતાવરણમા પલટો આવતા ઠંડક પ્રસરી હતી.
ગુજરાતના કયા શહેરમાં કેટલો છે ગરમીનો પારો
- ગાંધીનગરમાં 42.7 ડિગ્રી
- અમરેલીમાં 42 ડિગ્રી
- રાજકોટમાં 42.4 ડીગ્રી
- વલ્લભ વિદ્યાનગરમાં 41.1 ડિગ્રી
- વડોદરામાં 41.2 ડીગ્રી
- ભુજમાં 41.7 ડીગ્રી, એરપોર્ટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ
- ડીસા 40.8 ડિગ્રી
- સુરત 34.6 ડિગ્રી
- વલસાડ 35 ડિગ્રી
- દમણ 33.4 ડીગ્રી
- નલિયા 35.6 ડીગ્રી
- ભાવનગર 39 ડિગ્રી
- દ્વારકા 32 ડીગ્રી
- ઓખા 34.2 ડિગ્રી
- પોરબંદર 34.6 ડીગ્રી
- વેરાવળ 33.8 ડીગ્રી
- દીવ 33.1 ડિગ્રી
- મહુવા 36.8 ડિગ્રી
- કેશોદ 37.5 ડિગ્રી
EVM તો આપણા બાપનું કહી ભાજપી નેતાના પુત્રે બોગસ મતદાન માટે આખેઆખું બૂથ કેપ્ચર કર્યું
આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
એપ્રિલ મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યા
એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. અત્યાર સુધીનો સૌથી વધુ ગરમી એપ્રિલ મહિનામાં રહી છે. વિશ્વભરમાં એપ્રિલ મહિનામાં તાપમાન વધુ અનુભવાયું છે. ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. એપ્રિલ 2016નો રેકોર્ડ એપ્રિલ 2024માં તૂટી ગયો છે. જોકે, આ તો માત્ર ટ્રેલર છે, આગામી સમયમાં સરેરાશ વૈશ્વિક તાપમાન હજી વધવાની શક્યતા છે.
ગુજરાતમાં યલો એલર્ટ
ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે.
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે