ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : 3 જિલ્લાઓમાં અતિથી ભારે વરસાદની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે

Gujarat Weather Forecast : વિધિવત આગમનના 15 દિવસ બાદ જામ્યું ચોમાસું.. રવિવારે રાજ્યના 66 તાલુકામાં વરસ્યો વરસાદ... સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં પડ્યો 3.5 ઈંચ વરસાદ... 

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : 3 જિલ્લાઓમાં અતિથી ભારે વરસાદની આગાહી, વાવાઝોડા જેવો પવન ફૂંકાશે

IMD India Meteorological Department Alert : ગુજરાતમાં આખરે ચોમાસું જામ્યું છે. રવિવારથી વરસાદે જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 66થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો ભાવનગરના પાલિતાણા અને ગારિયાધારમાં તો રાજકોટના ગોંડલમાં વીજળી પડવાના કિસ્સા નોંધાયા છે. ગારિયાધારમાં વીજળી પડતાં પાકા મકાનનું ધાબું ચીરાઈ ગયું છે. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદને પગલે પાણીના વોકળામાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું છે. ખેતરે મજૂરી કરીને પરત આવતો યુવક વોકળાના પાણીમાં તણાતાં મોતને ભેટ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈ નાવકાસ્ટ જાહેર કર્યું છે. આજે વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. ત્રણેય જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 61 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમરેલી, રાજકોટ, ભાવનગર, જામનગર, દ્વારકા, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. 

રાજ્યમાં વરસાદની આગાહી 
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. કચ્છમાં પણ ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી છે. 

અમદાવાદમાં વરસાદ આવ્યો
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી વાતવરણ સર્જાયું છે. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો જુદા જુદા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોના જુદા જુદા ભાગમાં સામાન્ય-મધ્યમ વરસાદની અવરજવર ચાલુ છે. 

24 થી 26 માં રાજ્યમાં વરસાદ વરસશે
અંબાલાલ પટેલે કહ્યું કે, 24 થી 26 માં રાજ્યમાં વરસાદનું કદ વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ થશે. તો સુરત, નવસારી, તાપીમાં 4 થી  5 ઈંચ વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો  
જામનગર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડે છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટો છવાયો વરસાદ પડે છે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ આવવાની વકી છે. 

આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસશે
તેમણે વધુમાં કહ્યું કે, તારીખ 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ રહેશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને ઘમરોળશે. 28 થી 30 જુન માં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદની  સંભાવના છે. આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ રહે છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન શક્રીય થાય છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. 

આગામી 7 દિવસ મેઘમહેર થશે
તો હવામાન વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં આગામી 7 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ આવશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે વરસાદનું આગમન થશે. આજે નર્મદા, તાપી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી અને ગીરસોમનાથમાં ભારે વરસાદ આવશે. તો આવતીકાલે 24 જુને દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ત્રાટકશે. 23 જુને મહીસાગર, પંચમહાલ, અમરેલી ,ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news