સોનગઢના ભયાનક ટ્રિપલ અકસ્માતનો video આવ્યો, જુઓ કેવી રીતે ટકરાઈ ત્રણ ગાડીઓ

ગઈકાલે સોનગઢના પોખરણમાં ભયાનક ટ્રિપલ અકસ્માત (accident) સર્જાયો હતો, જેમાં કુલ 8 જણાના મોત નિપજ્યા હતા. તો સાથે જ 23થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ ટ્રિપલ અકસ્માત (Tripple Accident) ના મોટા અપડેટ સામે આવ્યા છે. ગઈકાલના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. કારમાં સવાર મુસાફર દ્વારા આ વીડિયો (video) લેવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે ત્રણ ગાડીઓ એકબીજા સાથે ભટકાય છે. 

સોનગઢના ભયાનક ટ્રિપલ અકસ્માતનો video આવ્યો, જુઓ કેવી રીતે ટકરાઈ ત્રણ ગાડીઓ

નરેન્દ્ર યાદવ/તાપી :ગઈકાલે સોનગઢના પોખરણમાં ભયાનક ટ્રિપલ અકસ્માત (accident) સર્જાયો હતો, જેમાં કુલ 8 જણાના મોત નિપજ્યા હતા. તો સાથે જ 23થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ ટ્રિપલ અકસ્માત (Tripple Accident) ના મોટા અપડેટ સામે આવ્યા છે. ગઈકાલના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. કારમાં સવાર મુસાફર દ્વારા આ વીડિયો (video) લેવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે ત્રણ ગાડીઓ એકબીજા સાથે ભટકાય છે. 

બસ સ્ટેન્ડ પર ઉભેલી આધેડ ઉંમરની મહિલા સાથે યુવાનને થયો પહેલી નજરમાં પ્રેમ, પછી તો...

એક કારચાલક પોતાના કારમાંથી વીડિયો બનાવી રહ્યો હતો, કાર હાઈવે પર ચાલી રહી હતી, ત્યારે આ વીડિયોમાં અકસ્મતનું દ્રશ્ય કેમેરામા કેદ થયું છે. જોકે, આ વીડિયો કોણે બનાવ્યો તેની માહિતી સામે આવી નથી, પણ વીડિયોમાં જોઈ શકાય છે કે ગાડી રસ્તા પર કેવી રીતે ભટકાય છે. 

Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલની થઈ ધરપકડ

ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર ગઈકાલે સાંજે અકસ્માત સર્જાયો હતો. કુશળગઠથી ઉકાઈ તરફ જઈ રહેલ એસટી બસને સામેથી રોંગ સાઇડ પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે બસને અડફેટે લીધી હતા. જેમાં બસનો ડ્રાઈવર સાઈડનો અડધો ભાગ ચીરાઈ ગયો હતો. બસની પાછળ આવી રહેલ મહારાષ્ટ્ર પાસિંગની ક્રુઝર ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તે પણ બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં ત્રણ જણાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે કે, અન્ય પાંચ જણાના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અકસ્માતમાં 23થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચતા તમામને સારવાર માટે વ્યારા તેમજ સોનગઢની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news