તલાટીની પરીક્ષામાં થઈ ગઈ મોટી ભૂલ, ઢગલાબંધ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની રહી ગઈ
Talati Exam 2023 : વડોદરાની MS યુનિવર્સિટીમાં લેવાલી તલાટીની પરીક્ષામાં ગંભીર બેદરકારી... પોલિટેકનિક યુનિટમાં 123 પરીક્ષાર્થીના થમ્બ ઇમ્પ્રેશન જ ન લેવાયા... હસમુખ પટેલે કહ્યુ- તપાસ માટેના આદેશ આપી દેવાયા છે...
Trending Photos
Talati Exam 2023 : તાજેતરમાં લેવાયેલી તલાટીની કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. જેથી ગુજરાત પંચાયત પસંદગી મંડળ તથા ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હવે તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો છે. વડોદરામાં તલાટીની પરીક્ષામાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક યુનિટમાં 123 પરીક્ષાર્થીના થમ્બ ઇમ્પ્રેશન જ ન લેવાયા. ત્યારે આ વિશે હસમુખ પટેલે કહ્યું કે, તપાસ માટેના આદેશ આપી દેવાયા છે. ડમી ઉમેદવારની ચકાસણી માટે અમારી પાસે પૂરતા પુરાવા છે.
વડોદરામાં એમ એસ યુનિ.માં લેવાયેલી તલાટીની પરીક્ષામાં ગંભીર ક્ષતિ સામે આવી છે. પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન જ લેવાયા ન હતા. પોલિટેકનિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાં ગંભીર ક્ષતિ થઈ હોવાનો હવે ઘટસ્ફોટ થયો છે. ત્યારે આ મામલે 0જિલ્લા કલેકટર અતુલ ગોરે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આ ઘટનાથી અનેક સવાલો ઉઠે છે કે શું, ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડવા આવું તરકટ રચાયું? OMR શીટ પર થમ્બ ઇમ્પ્રેશન કેમ ન લેવામાં આવ્યા તે સૌથી મોટો સવાલ છે. આ મુદ્દે પરીક્ષા કેન્દ્રમાં લાગેલા CCTV કેમેરાથી ક્રોસ વેરીફીકેશન કરવાના આદેશ પણ અપાયા છે.
ત્યારે વડોદરામાં તલાટીની યોજાયેલી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, વડોદરાની એમ એસ યુનીનાં પોલિટેકનિક સેન્ટરમાં આ ઘટના બની છે. 15 વર્ગખંડમાં OMR શિટ મા અંગૂઠાની છાપ લેવાઈ ના હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ધ્યાનમાં આવતા 7 વર્ગખંડ મા અંગૂઠાની છાપ લેવાઈ હતી. કુલ 8 વર્ગખંડના ઉમેદવારોના અંગૂઠાની છાપ લેવાઈ નથી. જો આ કેસમાં ડમી ઉમેદવાર અંગે માહિતી મળશે કે આક્ષેપ થશે તો ચકાસણી માટેના પૂરતા પુરાવા છે. ઉમેદવારની સહી અને તેમના લખાણના પુરાવા અમારી પાસે છે જ. બોર્ડ પ્રતિનિધિ દ્વારા અંગૂઠાની છાપ લેવામાં નથી આવ્યા. પરીક્ષાના બીજા દિવસે આ બનાવ અંગેની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહિ, પરંતુ બેદરકારી હોય તેવું લાગે છે. બોર્ડ પ્રતિનિધિએ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની ના પાડી હતી.
તો તાજેતરમાં લેવાયેલી બંને પરીક્ષાના પરિણામ અંગે હસમુખ પટેલે કહ્યું કે, જુનિયર કલાર્ક અને તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે