મોદી અગેઇન બાદ સુરતમાં હવે ‘મેં ભી ચોકીદાર’ની ટી-શર્ટ મચાવી રહી છે ધૂમ

અત્યાર સુધી રાહુલ ગાંધીએ સીધો પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટાર્ગેટ કરી ચોકી દાર ચૌર હૈનું સ્લોગન આપ્યુ હતુ. જે કોગ્રેસ દ્વારા અત્યાર સુધી ચલાવવામા આવી રહ્યુ છે. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. 
 

મોદી અગેઇન બાદ સુરતમાં હવે ‘મેં ભી ચોકીદાર’ની ટી-શર્ટ મચાવી રહી છે ધૂમ

ચેતન પટેલ/સુરત: અત્યાર સુધી રાહુલ ગાંધીએ સીધો પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટાર્ગેટ કરી ચોકી દાર ચૌર હૈનું સ્લોગન આપ્યુ હતુ. જે કોગ્રેસ દ્વારા અત્યાર સુધી ચલાવવામા આવી રહ્યુ છે. જેના વળતા જવાબમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગીત લોન્ચ કરીને ‘મૈં ભી ચોકીદાર’નું સૂત્ર આપીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. 

સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા અનોખી રીતે મૈ હું ચોકીદારનું સ્લોગન લોકો સુધી પહોંચાડયુ છે. હર્ષ સંઘવી દ્વારા શહેરના મોલ તથા શો રુમના વોચમેનને એક ટી શર્ટ આપી છે. જેના પર મૈ હું ચોકીદારનું સ્લોગન લગાવવામા આવ્યુ છે. સુરતમાં ચોકીદારોમાં મૈં ભી ચોકીદારની ટીશર્ટ ધૂમ મચાવી રહી છે.

સુરતમાં અલગ અલગ જગ્યાએ કામ કરતા વોચમેનોએ આ ટી શર્ટ પહેરીને જાણે પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું હતું. અત્યારસુધી નમો અગેઇનની ટીશર્ટ ટ્રેન્ડમાં હતી. પણ પીએમ મોદીના મૈં ભી ચોકીદારના સૂત્ર પછી આ ટી શર્ટની ડિમાન્ડ પણ વધી છે. લોકસભાની ચૂંટણી પહેલાં આ એક નવા જ પ્રકારના ફેશન ટ્રેન્ડ લોકોની વચ્ચે પ્રચલિત થયો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 500 વોચમેનોમા આ ટી શર્ટનું વિતરણ કરી દેવામા આવ્યુ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news