ચમત્કાર સર્જાયો, ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિને પરસેવો આવ્યો
Miracle In Temple : બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં મહારાજ સ્વરૂપની મૂર્તિને પરસેવો થતો હોવાનો વીડિયો વાયરલ, મંદિરના ચેરમેને વીડિયો અંગે પુષ્ટી કરી, લોકોમાં કુતૂહલ સર્જાયું
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદના ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરમાં મહારાજ સ્વરૂપની મૂર્તિ પર પરસેવો થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે સવારે મંગળા આરતીમાં ગોપીનાથજી ભગવાનની મૂર્તિ પર પરસેવો જોવા મળ્યો હતો. મૂર્તિ પર પરસેવો જોવા મળતા કુતૂહલ સર્જાયું છે. લોકો આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યાં છે.
ગઢડા ગોપીનાથજી મંદિરમાં ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિમાં પરસેવો વળતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે 14 મેના રોજ વહેલી સવારની મંગળા આરતીમાં ગોપીનાથજી ભગવાનની મૂર્તિ પર ભારે પરસેવો જોવા મળ્યો હતો. ગોપીનાથજી મહારાજ સાથે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધિકાજીની મૂર્તિઓ આવેલી છે. હરિભક્તો દ્વારા કળયુગમાં ગોપીનાથજી મહારાજ સાક્ષાત હોવાનો પરચો પૂર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
તમને જણાવી દઈએ કે, મંદિરના ગર્ભગૃહમાં બે AC ચાલુ છે.. તેમ છતા ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિ પર પરસેવો થતા કુતૂહલ સર્જાયું... ગોપીનાથજી મહારાજ સાક્ષાત હોવાનો હરિભક્તોએ વીડિયો વાયરલ કર્યો.. મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ ગોપાનાથજી મહારાજના વીડિયો અંગે પુષ્ટી કરી છે..
બોટાદના અન્ય સમાચાર
ભાવનગર અને અમદાવાદ જિલ્લાના કેટલાક ગામોનો સમાવેશ કરી બોટાદને એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ જિલ્લાને સુવિધાને નામે મીંડું મળ્યું છે. જિલ્લામાં પ્રવેશતા જ વાહન ચાલકો તોબા પોકારી ઉઠે છે. ઝી 24 કલાકે જ્યારે બોટાદથી ઢસા સુધીના માર્ગનું રિયાલીટી ચેક કર્યું તો જ્યાં જુઓ ત્યાં રોડ તુટેલો જોવા મળ્યો. 45 કિલોમીટરનો આ રોડ સ્ટેટ હાઈવેમાં આવે છે. પરંતુ રોડ એકદમ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. આ ખખડધજ રોડને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને દોઢથી બે કલાકનો સમય વધારે લાગી રહ્યો છે. ઈમરજન્સીની સ્થિતિમાં તો અહીં પસાર થવા લાયક જ નથી. ઘણીવાર આ ઉબડખાબડ રોડને કારણે અકસ્માત પણ સર્જાયા છે. ગઢડા અને બોટાદ બંનેના ધારાસભ્યો ભાજપના હોવા છતાં વર્ષોથી રોડ બિસ્માર હાલતમાં છે. ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકો વહેલી તકે આ રોડ બનાવવા માંગણી કરી રહ્યાં છે.
આ પણ વાંચો :
ગુજરાતના ત્રીજા શહેરમાં પડ્યો એલિયનનો ગોળો, એક જ પ્રકારના ગોળા ધરતી પર પડવાનું શુ છે રહસ્ય?
અરબોના માલિક અદાણી દંપતી નહિ લડે ચૂંટણી, સ્ટેટમેન્ટ જાહેર કરીને કર્યો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે