મોઢેરાનું સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે, મોઢેરા બનશે દેશનું પ્રથમ સોલર વિલેજ!
દક્ષિણ કોરિયન ટેક્નોલીજી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો આ પ્રોજેક્ટમાં ઉપયોગ કરાયો છે. આ પ્રોજેક્ટ થકી સૂર્ય મંદિર સહિત મોઢેરા વિલેજને સૌર ઉર્જાનો લાભ મળશે. મોઢેરાથી 10 કિમીના અંતરે સુજાનપુરા ગામમાં અપાઈ રહ્યો છે આખરી ઓપ.
મોઢેરા સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે
69 કરોડના ખર્ચે મોઢેરાને મળ્યો છે સૌર ઉર્જા પ્રોજેકટ
સૂર્ય મંદિર સહિત મોઢેરા વિલેજને મળશે સૌર ઉર્જાનો લાભ
69 કરોડના ખર્ચે તૈયાર થનાર દેશનો પ્રથમ પ્રોજેકટ
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ સૂર્ય દેવની આરાધના માટે ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પહેલાના દ્વારા 11મી સદીમાં મહેસાણા જિલ્લાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ખુબ ઝડપથી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસએસ ધરાવતા પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થઈ શકશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. 69 કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા mahindra જૂથની કંપની mahindra susten પ્રાઇવેટ લિમિટેડનો છે જેને દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે.
સૂર્ય મંદિર થી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે બાર એકર જમીન ફાળવી છે. જ્યાં જમીનમાં ઉપર સોલર ફોટોવોલ્ટેઇક પેનલ લગાવી ત્રણ મેગાવોટ એક એવા બે યુનિટ કુલ મેગા વોટની ક્ષમતા વાળા ઊભા થશે. સાથે સાથે લીથીયમ બેટરી વાળી બીએસએસ ટેકનોલોજી સર્જાશે.
અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામ ના કુલ 1,610 ઘરોને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઊર્જા પૂરી પાડવામાં આવશે. કુલ ઘરો પૈકીના 271 ઘરો ઉપર એક એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ શકશે. જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે ૫૦ ટકા લેખે રૂપિયા 32.5 કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે.
અત્યારે મોઢેરા ગામ વાસીઓની તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર યુનિટ છે. પરંતુ ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને રાખી કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં થશે .ગત મંત્રીમંડળની બેઠક સાથે સચિવોની સમિતિની બેઠકમાં રાજ્યના ૩૦થી ૩૫ જેટલા મોટા પ્રોજેક્ટ ની સમીક્ષા મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા કરાઇ હતી જેમાં મોઢેરા સૂર્ય મંદિર ના સોલર પ્રોજેક્ટ ની પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બધા મોટા પ્રોજેક્ટો અંગે ઝડપી પાર પાડવા માટે અનિલ મૂકીમેં અધિકારીઓને સૂચના પણ આપી છે.
સૂર્ય મંદિર અને સૌર ઉર્જાના અનોખા સંગમનો સમન્વય મોઢેરા ખાતે થવા જઈ રહ્યો છે. જેને લઈ મોઢેરા સૂર્ય મંદિર હવે દિવસ રાત સૌર ઉર્જાથી ઝળહળશે. તેમજ મોઢેરા પ્રથમ સોલર વિલેજ પણ બનશે. ભારતના પ્રથમ સૌથી મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટનું કામ મોઢેરાને મળતા મોઢેરાના ગ્રામજનો સહિત બહુચરાજી તાલુકા વાસીઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે