ઉત્તરાખંડ ફરવા ગયેલા ત્રણ ગુજરાતી મિત્રોની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત, એક લાપતા

ઉત્તરાખંડ ફરવા ગયેલા ત્રણ ગુજરાતી મિત્રોની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત, એક લાપતા
  • જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી

મયુર સાંધી/સુરેન્દ્રનગર :ઉત્તરાખંડની વાદીઓમાં ફરવા ગયેલા સુરેન્દ્રનગનરના ત્રણ યુવાનોને અકસ્માત (accident) નડ્યો હતો. તેમની ગાડી 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે. ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી, અને યુવકને શોધવાનું કામ યુદ્ધધોરણે શરુ કરાયું છે. 

uttarakhand_accident_zee3.jpg

એક યુવકનો ખીણમાં હજી પણ પત્તો નથી 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મૃગેશ રાઠોડ, હિતેનદ્રસિંહ ચૌહાણ અને ક્રિપાલસિંહ ઝાલા નામના ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા. ત્યારે પરત ફરતા સમયે તેમની ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. જ્યારે કે હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે કે ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ખીણમાં મિસિંગ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિન ભારદ્વાજને આ વિશે જાણ થતા તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાત કરી હતી.  

ત્રણેય યુવકો ભાજપના આગેવાન નીકળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના બદ્રીનાથ દર્શનાર્થે ગયેલ ભાજપના ત્રણ યુવકો અને ડ્રાઈવર‌ સહિત કાર અલકનંદા ખીણમાં ખાબકી હતી. ત્યારે ત્રણેય યુવકો લીંબડી, વઢવાણ અને ચોટીલા ખાતે રહેતા અને ભાજપના આગેવાનો હોવાનું ખૂલ્યું છે. ત્રણેય બદરીનાખ દર્શને જઈ રહ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માતની જાણ થતા જ એસડીઆરએફ સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યાર હિતેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા ભાજપ મહામંત્રી, મૃગેશ રાઠોડ યુવા ભાજપ મોરચાનો પ્રમુખ અને કૃપાલસિંહ ઝાલા લીંબડીનો યુવા ભાજપ મંત્રી હોવાનું સામે આવ્યું છે.

હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી કાર 
આ વિશે ચમોલી વિસ્તારના એસપીએ જણાવ્યું કે, શનિવારે આ અકસ્માત થયો હતો. જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હાલ મિસિંગ બંને યુવકોની શોધખોળ ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news