સુરેન્દ્રનગર: દરોડા પાડવા ગયેલી પોલીસ પર જુગારીઓ હાવી, પોલીસની રિવોલ્વર પણ છીનવાઇ
Trending Photos
સુરેન્દ્રનગર : જિલ્લામાં જુગારધામ મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા છે. બીજી તરફ કાયદો તોડનારાઓ પણ બેખોફ બન્યા છે. સુરેન્દ્રનગરમાં જાણે કાયદાનું રાજ નહી હોવાનું લોકો માની રહ્યા છે. જુગારધામની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહ્યા છે. અનેક વખત પોલીસે જુગારધામ પર દરોડાના પ્રયાસ કર્યા પરંતુ કેટલાક માથાભારે વ્યક્તિઓ પોલીસ પર હુમલો કરી પોલીસને પણ ડરાવીને ભગાડી મુકી હતી.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં ઘણા સમયથી દાદાગીરી સાથે જુગારધામ પર આજે રાજકોટ પોલીસ ત્રાટકી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જો કે રાજકોટ પોલીસને પણ માથાભારે શખ્સોનો કડવો અનુભવ થયો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો તો પોલીસ અને જુગારીઓ વચ્ચે ફિલ્મી સ્ટાઇલમાં ઘર્ષણ થયું હતું. પોલીસ અને જુગારીઓના ઘર્ષણમાં મહત્વની બાબત છે કે, જુગારીઓએ પોલીસની રિવોલ્વર પણ છીનવી લીધી હતી.
થાનગઢમાં ઘણા સમયથી બે રોકટોક જુગાર ધામની હાટડી ચાલે છે. જુગારધામ ચલાવનાર અને અહીં આવતા જુગારીઓ એટલા રીઢા છે કે પોલીસનો જાણે કોઇ જ ભય નથી રહ્યો. અનેક વખત પોલીસ માર ખાઇ ચુકી છે. જુગારધાનમા અડ્ડા સંચાલકો એટલા માથાભારે છે કે દરોડો પડે તો પણ તેમને ભગાડી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વિજિલન્સ દ્વારા જુગારધામ પર દરોડો પાડી પોલીસની ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. વિજિલન્સની ટીમને પણ દરોડામાં અસફળતા મળી હતી. સુરેન્દ્રનગર પોલીસ તો અહીં દરોડો પાડવાની હિંમત પણ નથી કરતી. જો કે રાજકોટ રેન્જ આઇજીના આદેશથી રાજકોટ એલસીબી અને એસઓજીની મોટી ટીમ ભેગી કરીને ક્રોસ રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
જુગારધામમાં ખાનગી ડ્રેસમાં પહોંચેલી પોલીસ પર જુગારીઓએ હૂમલો કર્યો તો. જો કે પોલીસની ટીમ પણ મોટી હતી. જેથી પોલીસે પણ સામે બળ પ્રયોગ કરીને 10 જેટલા જુગારીઓની અટકાયત કરી હતી. તેમને રાજકોટ લઇ જવાયા છે. હાલમાં જ આ જુગારના અડ્ડામાં અંદરોઅંદર ફાયરિંગ પણ થયું હતું. જો કે સ્થાનિક પોલીસમાં ફરિયાદ પણ નહી થતા અનેક તર્ક વિતર્ક અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે