વિદેશના અભરખાં હોય તો વાંચી લેજો! આફ્રિકાના ઝામ્બિયામાં સુરતના યુવાનની લૂંટારુંઓએ ગોળી મારી હત્યા કરી

સુરતના પલસાણાના મલેકપોર રહેતા પીન્કેશકુમાર પટેલના બનેવી જતીનભાઈ પટેલ આફ્રિકાના ઝામ્બિયામાં મનસા સિટી ખાતે ધંધાર્થ ગયા હતા. પીનકેશ એક લિકર અને અન્ય દુકાનોનો વહીવટી સંભાળતો હતો.

વિદેશના અભરખાં હોય તો વાંચી લેજો! આફ્રિકાના ઝામ્બિયામાં સુરતના યુવાનની લૂંટારુંઓએ ગોળી મારી હત્યા કરી

ઝી ન્યૂઝ/સુરત: હાલના સમયમાં ઘણા ગુજરાતીઓ વિદેશમાં રહે છે અને અવાર નવાર વિદેશમાં રહેતા ઘણા ગુજરાતીઓની હત્યાના સમાચાર પણ આપણને સાંભળવા મળે છે. હાલ આફ્રિકાના ઝામ્બિયાથી એક આવા જ ખરાબ સમાચાર સામે આવી આવી રહ્યા છે. સુરતના યુવાનની લૂંટારુંઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના પલસાણાના મલેકપોર રહેતા પીન્કેશકુમાર પટેલના બનેવી જતીનભાઈ પટેલ આફ્રિકાના ઝામ્બિયામાં મનસા સિટી ખાતે ધંધાર્થ ગયા હતા. પીનકેશ એક લિકર અને અન્ય દુકાનોનો વહીવટી સંભાળતો હતો. બુધવારે પીનકેશ દુકાન પરથી કારમાં ડ્રાઈવરને લઈ ઘરે નીકળ્યો હતો. 

ગુજરાતી સિંગર વિજય સુવાળા આજે ભાજપમાં જોડાશે કે કોંગ્રેસમાં? બપોરે મળી જશે જવાબ

તે દરમિયાન તેની પાછળ કેટલાંક લૂંટારુંઓ તેનો પીછો કરતા હતા. પીનકેશને ડ્રાઈવરે તેમના ઘરે ઉતારી કાર લઈ આગળ નીકળતા પાછળથી આવેલા લૂંટારુંઓએ પીનકેશને માર માર્યો હતો અને તેની પાસે રહેલી બેગમાં 25 હજારની ઝામ્બિયાની કરન્સી લઈ નાસી ગયા હતા. લૂંટારુંઓએ પીનકેશનને ડરાવવા માટે બાજુમાં કરેલા ફાયરિંગ દરમિયાન ગોળી દીવાલ સાથે અથડાઈને તેના જમણા પગે વાગી હતી. 

તેમણે દવાખાને લઈ જવાયા હતા. પગમાંથી લોહી વધુ નીકળી જતા વધુ સારવાર માટે નજીકના શહેરમાં મોટી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર જણાતા પીનકેશ માટે ચાર્ટર પ્લેન પણ બોલાવાયું હતું. પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે વિદેશોમાં અવારનવાર ગુજરાતી લોકોની હત્યાના આવા બનાવો બનતા હોય છે આથી સુરક્ષાના કારણોસર NRI લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આવી ઘટનાઓ અટકે તે માટે ચોક્કસ પગલાં લેવામાં આવે. જોકે હત્યા અંગે વધુ તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news