આ જોઈ તમારું લોહી ઉકળી જશે, ડાકણ ન કરે તેવું કૃત્ય આ મહિલાએ કર્યું, પાડોશી બાળકીને બેરહેમીથી માર માર્યો
neighbour hit child : સુરતમાં મહિલાએ બાળકીને માર્યો ઢોર માર... બાળકીને નિર્દયતાથી માર મારતી મહિલાના... રમતી બાળકીને લિફ્ટમાં લઈ જઈ માર્યો માર... બાળકીને પગ અડી જતા પાડોશી મહિલાએ માર્યો માર
Trending Photos
Surat New ચેતન પટેલ/સુરત : સુરતમાંથી એક એવા સીસીટીવી સામે આવ્યા છે, જેને જોઈને તમારું લોહી ઉકળી જશે. આ મુદ્દો બહુ જ સેન્ટીસિટીવ બની રહ્યો. પાડોશી મહિલા એક બાળકી પર એટલી ગુસ્સે બની કે, તેણે નિર્દયતાથી પાડોશી બાળકીને માર માર્યો હતો. ડાકણ પણ ન કરે તેવુ કૃત્ય આ મહિલાએ કર્યું છે. સુરતમાં એક પાડોશી મહિલાએ બાળકીના વાળ ખેંચીને તેને ફટકારી હતી. બાળકીનો પગ અડી જતા પાડોશી મહિલા એવી ગિન્નાઈ હતી કે, તેણે બાળકીને ઢોર માર માર્યો હતો.
સુરતના મોટા વરાછાના સિલવાસા ટ્વીન ટાવરમાં આ ઘટના બની હતી. જેમાં એક બાળકીને નિર્દયતાથી માર મારતી મહિલાનો વીડિયો વાયરલ થયો છે. કહેવાય છે કે, બાળકીનો પગ ભૂલથી પાડોશી મહિલાને અડી જતા તેણે માર માર્યો હતો. જન્માષ્ટીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, આખી સોસાયટી જશ્નની ઉજવણીમાં હતી, ત્યાં કોમલ સોજીત્રા નામની મહિલાએ જાણે રાક્ષસી અવતાર ધારણ કર્યો હોય તેમ બાળકી પર એક નાનકડા કારણથી તૂટી પડી હતી.
કમલ સોજીત્રા નામની આ મહિલાએ એવી શરમજનક હરકત કરી છે કે, લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. મહિલા નાનકડી વાત પર ગુસ્સે થઈને બાળકીને ઉપાડી લિફ્ટ પાસે મારતી મારતી લઈ ગઈ હતી. આટલામાં મહિલાનુ પેટ ન ભરાયું, તો તેણે લિફ્ટની અંદર જઈને બાળકીને પછાડી પછાડીને ઢોર માર માર્યો હતો. આ આખી ઘટના સોસાયટીના લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
ઘટનાની જાણ થતા જ પાડોશી મહિલા ગાયબ થઈ ગઈ છે. બાળકીના પિતાએ કહ્યું કે, આ મહિલાનો પરિવાર અમારી સામે જ રહે છે. અમે આજે પોલીસ ફરિયાદ કરવા જઈશુ. શાળામાં પણ શિક્ષકો બાળકો પર હાથ ઉગારતા નથી, તો આ મહિલાએ મારી બાળકીને ઢોર માર માર્યો છે. ફોન પર પસ્તાવો થયો હતો, પરંતું સામે આવીને તેણે માફી માંગી છે. મારી દીકરી એકદમ ગભરાઈ ગઈ હતી. ફોન પર તેણે કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ. પરંતુ આ મહિલા ઘટના બાદ સામે આવી નથી. એટલુ જ નહિ, મહિલાએ ઘટના બાદ પોતાના ઘરનો દરવાજો પણ ખોલ્યો નથી.
તો બાળકીની માતા કેમેરા સામે રડવા લાગ્યા હતા. બાળકીની માતાએ રડતા રડતા કહ્યું કે, આઠમના દિવસે આ ઘટના બની હતી. બાળકી ગભરાઈ ગઈ હતી. મહિલાએ તેને એટલો માર માર્યો હતો કે તેના શરીર પર ઈજાના નિશાન પડ્યા હતા. બાળકી એટલી ડરી ગઈ હતી કે તેને બે દિવસ તાવ આવ્યો હતો. તે એટલી ડરી ગઈ હતી કે, બહાર નીકળતા ડરી હતી. તેના શરીર પર નિશાન જોઈને અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. મારી ફુલ જેવી છોકરીને કેવી નિર્દયતાથી માર માર્યો છે. તેથી મારે એ મહિલાને સજા અપાવવી છે કે, જેથી કોઈ દિવસ કોઈ છોકરાઓ પર હાથ ન ઉઠાવે.
ઝી 24 કલાકની ટીમ પણ મહિલાના ઘરની બહાર પહોંચી હતી. છતા મહિલાએ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને આખી સોસાયટી જ નહિ, સમાજમાં પણ રોષ વ્યાપી ગયો છે કે, આખરે કેવી રીતે કોઈ આ રીતે ક્રુરતા આચરી શકે. બાળકો તો ભગવાનનું રૂપ હોય છે, ત્યારે ફુલ જેવી બાળકી પર આવો અત્યાચાર કેટલો યોગ્ય કહેવાય. ઉપરથી આ મહિલાએ એવો જવાબ આપ્યો હતો કે, મારી દીકરી બહાર ગઈ છે, તે આવે તો તમે તેને મારી લેજો. પરંતું રાક્ષસી હરકત કર્યા બાદ આવો જવાબ આપવો કેટલો યોગ્ય કહેવાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે