લગ્ન બાદ પત્નીએ કહ્યું જાનુ ચલો હનીમુનમાં બહાર જઇએ એન્જોય કરીશું, પતિએ ના કહ્યું અને...

શહેરના ગોડાદરા ખાતે રહેતા એક યુવકનાં થોડા દિવસો અગાઉ જ લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્નીએ હનીમુન માટે જવાનું કહ્યું હતું. જો કે યુવકે હનીમુન માટે જવાની મનાઇ કરતા યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. લગ્નના 25 જ દિવસમાં પરિણીતાએ આપઘાત કરી લેદા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

લગ્ન બાદ પત્નીએ કહ્યું જાનુ ચલો હનીમુનમાં બહાર જઇએ એન્જોય કરીશું, પતિએ ના કહ્યું અને...

સુરત : શહેરના ગોડાદરા ખાતે રહેતા એક યુવકનાં થોડા દિવસો અગાઉ જ લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્નીએ હનીમુન માટે જવાનું કહ્યું હતું. જો કે યુવકે હનીમુન માટે જવાની મનાઇ કરતા યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. લગ્નના 25 જ દિવસમાં પરિણીતાએ આપઘાત કરી લેદા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

સુરતમાં આપઘાતના કિસ્સાઓમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. જેમાં ઘરકંકાસ, દેવું અને માનસિક બિમારી સહિતનાં અનેક કારણોથી આપઘાત નાગરિકો કરતા હોય છે. જો કે આવી સામાન્ય બાબતમાં આપઘાતનો કિસ્સો ખુબ જ ચોંકાવનારો ઉપરાંત સમાજ માટે લાલબત્તી સમાન પણ છે. 

મુળ યુપીના રાયબરેલીના વનતી અને હાલ ગોડાદરા લક્ષ્મણનગરમાં રહેતા દેવેન્દ્ર દિક્ષિત મોડેલિંગ પ્રિન્ટીંગનું કામ કરે છે. 25 દિવસ પહેલા જ દેવેન્દ્રના લગ્ન યુપીના રાયબરેલીની જ રહેવાસી યુવતી રૂપાલી સાથે થયા હતા. થોડા દિવસ પહેલા જ તેઓ સુરત આવ્યા હતા. નવા લગ્ન થયા હોવાથી રૂપાલીએ પતિ સમક્ષ હનિમુન માટે જવાની માંગ કરી હતી. 

જો કે પતિ દેવેન્દ્રએ હાલમાં કોરોના હોવાથી રૂપાલીને ફરવા જવાનો ઇન્કાર કર્યો હતો. આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ સારી નહી હોવાનું તેણે જણાવ્યું હતું. જેના કારણે લાગી આવતા રૂપાલીએ પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. તત્કાલ દેવેન્દ્રએ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news