સુરતઃ ઉધના રેલવે સ્ટેશન પાસે ગેલેરીનો ભાગ તૂટ્યો, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

જે ઈમારતનો સ્લેબ તૂટ્યો તે 35 વર્ષ જૂની છે. 

સુરતઃ ઉધના રેલવે સ્ટેશન પાસે ગેલેરીનો ભાગ તૂટ્યો, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

સુરતઃ શહેરના ઉધના રેલવે સ્ટેશન પર આવેલા ઉધના ઝીરો નંબર પર આવેલા શાહ માર્કેટનો ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. આ સ્લેબ તૂટીને સીધો દુકાનન પતરા ચીરેને પડતાં એક બાળક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

જે શાહ કોમ્પલેક્સમાં સ્લેબ તૂટી તે ઈમારત 35 વર્ષ જૂની છે. બિલ્ડિંગનો સ્બેલ તૂટતા નીચે આવેલી દુકાનોમાંથી પાંચ-છ દુકાનો પર સ્લેબને કાટમાળ પડ્યો હતો. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

અગાઉ અપાઈ હતી નોટિસ
ઉપર રહેણાક અને નીચે આશરે 10 જેટલી દુકાનો આવેલી છે. સ્થાનિકોએ કહ્યું કે, આ પહેલા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી. દુર્ઘટના બાદ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક નોટિસ આપીને તમામ દુકાનો ખાલી કરાવી હતી. હાલમાં આ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news